Skip to main content

Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

MGVCL Smart Meter Installation: કેન્દ્રીય ઊર્જા મંત્રાલયના તાજેતરના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. વીજ વપરાશમાં પારદર્શિતા લાવવા અને વીજ ક્ષમતા વધારવાના હેતુથી હાથ ધરાયેલી આ ઝુંબેશ હેઠળ ગુજરાતના કુલ 1.76 કરોડ વીજ ગ્રાહકોમાંથી પ્રથમ તબક્કે 1.20 કરોડ ગ્રાહકોને સ્માર્ટ મીટરથી સજ્જ કરવામાં આવશે.

કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને સ્માર્ટ મીટર પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે કડક નિર્દેશો આપવામાં આવ્યા છે. આ આદેશના પગલે ગુજરાત રાજ્ય વીજ નિગમ દ્વારા અમલીકરણ પ્રક્રિયાને વધુ વેગ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 56 લાખ વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ગ્રાહકોને આવરી લેવાની કામગીરી ચાલુ છે. આ સમગ્ર યોજનામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) સૌથી આગળ રહી છે. MGVCL હેઠળ નોંધાયેલા કુલ 33 લાખ વીજ ગ્રાહકોમાંથી સૌથી વધુ 14.60 લાખ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થાય છે કે એકલી MGVCLના જ 55 ટકા વીજ ગ્રાહકો હવે સ્માર્ટ મીટર ટેકનોલોજી હેઠળ આવરી લેવાયા છે. આગામી દિવસોમાં દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીઓ દ્વારા પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા

સ્માર્ટ મીટરના આગમનથી વીજ ગ્રાહકો પોતાના દૈનિક વીજ વપરાશ પર રિયલ-ટાઇમ નજર રાખી શકશે અને બિલિંગ પ્રક્રિયા વધુ ચોક્કસ તથા પારદર્શક બનશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વીજ ચોરી અને ટ્રાન્સમિશન નુકસાન ઘટાડવામાં મોટી સફળતા મળશે. આગામી સમયમાં સમગ્ર રાજ્યના તમામ વીજ ગ્રાહકોને ડિજિટલ સ્માર્ટ મીટરીંગ સિસ્ટમ સાથે જોડીને ઊર્જા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...