Vadodara:  વડોદરાના ફતેગંજ સ્થિત નિઝામપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ન્યૂ ઇરા સ્કૂલ કમ્પાઉન્ડમાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના ગ્રાઉન્ડમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થી દેવ શાહનું વીજ કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, ધોરણ 11 માં અભ્યાસ કરતો દેવ શાહ શાળાના મેદાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન તે મેદાનમાં આવેલા વીજળીના એક થાંભલાને અડ્યો હતો અને થાંભલા પર ચઢવા જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ દેવ સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો...Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

ઘટના બનતા જ શાળા સત્તાધીશો અને સ્થાનિકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. મેદાનમાં આવેલા વીજ થાંભલામાં કરંટ કેવી રીતે આવ્યો અને આ ઘટનામાં શાળા સત્તાધીશો કે અન્ય કોઈની બેદરકારી હતી કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક

તો બીજી તરફ સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક હર્ષ પંડ્યાના પિતાએ પુત્રને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ 4 સિનિયર તબીબો સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની બીજી સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

પોલીસે મૃતક તબીબના પિતાની ફરિયાદના આધારે ડૉ. નિરાલી વસાવે, ડૉ. દીક્ષિતા ગેવરિયા, ડૉ. હીના ભૂત અને ડૉ. અનુજ મહેશ્વરી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ કેસમાં પ્રથમ ફરિયાદની તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને બે તબીબોના નિવેદન નોંધવાના બાકી છે, ત્યાં જ આ બીજી ગંભીર ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયા બાદ હવે આરોપી ચારેય સિનિયર તબીબોની ગમે ત્યારે ધરપકડ થવાની શક્યતા સેવાઈ રહી છે.

Comments
Post a Comment