
વડોદરાઃ શહેરમાં અભ્યાસ માટે આવેલી પરપ્રાતીય યુવતી પર બળાત્કાર ગુજારવાના ચકચારી કેસમોં પકડાયેલા પાવાગઢ મહાકાળી માતા મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતા સાથે શારીરિક સબંધની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પીડિતાના આજવા રોડ પરના મકાનમાં પણ હું જતો હતો..
પીડિતાએ તેની મરજી વિરૃધ્ધ અને માર મારીને રાજુ ભટ્ટ તેમજ સી.એ.અશોક જૈને બળાત્કાર ગુજાર્યો હોવાની નોંધાવેલી ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે રાજુ ભટ્ટને જૂનાગઢ ખાતેથી ઝડપી પાડયો હતો.જ્યારે,અશોક જૈનને શોધવા પોલીસની ટીમો કામે લાગી છે.
હેમંત ઉર્ફે રાજુ ત્ર્યંબકલાલ ભટ્ટ (મિલન પાર્ક સોસાયટી,નિઝામપુરા)ને ગઇ મોડીરાતે વડોદરા લવાયા બાદ રાતે જ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જે ટેસ્ટ નેગેટિવ આવતાં રાજુ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી અને આજે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
એસીપી ડીએસ ચૌહાણ અને અન્ય અધિકારીઓએ રાજુ ભટ્ટની પૂછપરછ કરી હતી.જે દરમિયાન તેણે પીડિતા પર બળાત્કાર નહીં પણ રાજીખુશીથી સબંધ રાખ્યો હોવાની તેમજ તેને ટ્રેપમાં લેવાયો હોવાની કબૂલાત કરી હતી.રાજુ ભટ્ટ પીડિતાના આજવા રોડ ખાતેના મકાને પણ મળવા જતો હતો.જેથી રાજુ ભટ્ટે પીડિતા સાથે કેટલીવાર શારીરિક સબંધ રાખ્યો છે તેની પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.
https://ift.tt/3ijLcuZ
Comments
Post a Comment