Skip to main content
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર છેલ્લા 6 માસથી સ્ટ્રીટલાઇટો બંધ
અમદાવાદ,તા.28 નવેમ્બર 2021,રવિવાર
ઓઢવ રિંગ રોડથી ઇન્દોર જવાના રાષ્ટ્રીય ધોરી માર્ગ અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર જ સળંગ બે કિ.મી.સુધીના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો છેલ્લા છ માસથી બંધ પડી છે. અમદાવાદ શહેરના રહેણાંક વિસ્તારથી ભરચક, ભારે ટ્રાફિકવાળા આ રોડ પર લાઇટો જ બંધ હોવાથી વાહન અકસ્માતના કિસ્સા બની રહ્યા છે. સ્થાનિકોની રજૂઆતો છતાંય સ્ટ્રીટલાઇટનો આ પ્રશ્ન મ્યુનિ.તંત્ર કે ઔડા કોઇપણ ઉકેલી શક્યું નથી કે ઉકેલવામાં રસ દાખવી રહ્યું ન હોવાનું રહીશોનું માનવું છે.
ઓઢવ રિંગ રોડ પર ઓવરબ્રિજની આગળ ભાગ્યોદય હોટલથી લઇને છેક વડવાળી ચાલી સુધીના  બે કિ.મી.ના પટ્ટામાં સ્ટ્રીટલાઇટો બંધ છે. ઇન્દોર જતા તમામ વાહનો આ માર્ગેથી જાય છે. ભારે વાહનોની અવર-જવર અને ઓવર સ્પીડના લીધે આ રોડ પર સાંજ બાદ અકસ્માતો બનવાની શક્યાત વધી જાય છે. અંધારામાં કંઇ દેખાતું ન હોય, સામેથી આવતા વાહનોની હેડ લાઇટના ફોક્સના લીધે વાહનચાલક અંજાઇ જતો હોય છે.
જેના કારણે અકસ્માત થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા સાંજે રોડ ક્રોસ કરતા  સ્થાનિક રાહદારી યુવકને પેસેન્જર ઇકો કારે ટક્કાર મારતા તે યુવાનનું મોત નિપજ્યું હતું. સ્થાનિક આગેવાન સુરેશભાઇ હિરાલાલ ટાંકના જણાવ્યા મુજબ આવા અનેક કેસમાં નિર્દોષ લોકોના જીવ ગયા છે. લોકોના જીવન-મરણનો પ્રશ્ન હોવા છતાંય, જનસલામતીનો પ્રશ્ન હોવા છતાંય તંત્ર મૂકપ્રેક્ષક બની ગયું છે. માનવતા ભૂલ્યું છે, અકસ્માતના આવા દર્દીનાક કેસો છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ રોડ પર વાહન અકસ્માતમાં અનેક પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યા છે.
તંત્રની નજીવી ભૂલના કારણે લોકોના જીવ જઇ રહ્યા છે. આ માટે જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. લોકો વેરા ભેર છે હવે તો આ વિસ્તાર મ્યુનિ.હદમાં છે. સિંગરવાનો વિસ્તાર ઔડાની હદમાં છે. ત્યારે સ્થાનિક તંત્ર ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરીટીએ પણ આ મામલે ગ્રાઉન્ડ રિયાલીટી ચકાસીને તાત્કાલિક  ધોરણે પગલા લેવા જોઇએ તેવી માંગણી ઉઠી છે.
https://ift.tt/3nYTTOz
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...