ગાંધીનગરઃગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ લેટરબોમ્બ ફોડ્યો છે. રેશ્મા સોલંકીએ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પત્ર લખી ભરતસિંહ સોલંકી પર ચોંકાવનારા આક્ષેપો કરી ખળભળાચટ મચાવી દીધો છે. પોતાના પત્રમાં રેશ્મા સોલંકીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગે છે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે તેમણે જે જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધો રાખ્યા એ મહિલાઓને જ ટિકિટ અપાવી છે અને સારી મહિલાઓને આગળ આવતા સતત રોકી છે. આ મહિલાઓ સાથે મેસેજ પર વાત સતત ચાલુ રહે છે. તેઓ વારંવાર બોલે છે કે ઉંમર મોટી હોય તો શું થયું? મારું મન તો હજુ નાનું જ રહી ગયું છે. રઘુજી તેમના શારિરીક સંબંધો 22 વર્ષની છોકરીઓથી લઇને તેમની ઉંમરની મહિલાઓ સાથે આજે પણ છે.

રેશ્મા સોલંકીએ લખ્યું કે તેમની નિયત સુધારવા માટે મે અનેકવાર મારા પતિને સમજાવ્યા પરંતુ તેઓ કોઇનું પણ સાંભળતા નથી અને પોતાના મનનું ધાર્યું જ કરે છે. ઘરમાં પણ પોતાના બેડરૂમમાં જઇને અંદરથી દરવાજો બંધ કરી પાર્ટીની 8-10 **** સાથે સતત ગંદા મેસેજ કરતા રહે છે. જે જે મહિલાઓ સાથે તેમના સંબંધો છે જે મહિલાઓ સાથે તેઓને તમે પાઠ ભણાવો.

વધુમાં રેશ્મા સોલંકીએ પત્રમાં કહ્યું કે તેમણે જાણીજોઇને મારી લાઇફ ખરાબ કરી દીધી છે. મને પત્ની હોવાનો કોઇ પણ અધિકાર આપ્યો નથી. મને બળજબરીપૂર્વક ઘરની બહાર કાઢી મુકવામાં આવી. આજે હું તેમના ડરથી અમેરિકા મારી ફ્રેન્ડ્સના સહયોગથી પહોંચી છું.

પેપરલીક કાંડમાં થયો મોટો ખુલાસો, આ પ્રિન્ટિંગ પ્રેસમાંથી હેડ ક્લાર્કનું પેપર થયું હતું લીક

<a href="https://ift.tt/3yLPYZw 1 જાન્યુઆરીથી આ બેંકમાં 10 હજાર રૂપિયાથી વધારે જમા કરાવવા પર આપવો પડશે ચાર્જ, કેશ વિડ્રોલ પણ થશે મોંઘુ

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે

Comments
Post a Comment