Skip to main content
Una : પિતાની નજર સામે જ 4 વર્ષીય બાળક પર દીપડાએ કરી દીધો હુમલો ને પિતાએ તો......
ગીર સોમનાથઃ ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે  ચાર વર્ષના બાળક પર દીપડાએ  હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પીટલે ખસેડાયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે. બીજી તરફ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં દિપડો પિંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના વડદલી ગામેથી દિપડો ઝડપાયો. વડદલી ગામે બકરા,વાછરડા, કુતરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો. એનિમલ રેસ્ક્યુ ટિમ અને જંગલખાતા દ્વારા સંયુક્ત રીતે પીંજરું ગોઠવી દીપડાને ઝડપી કાઢ્યો. છેલ્લા કેટલાય દિવસોથી દિપડાના ત્રાસના કારણે સ્થાનિકો પરેશાન બન્યા હતા. દીપડો પાંજરે પુરયેલો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.
સાબરકાંઠામાં વડાલીના મહોર પાટીયાના ખેડૂતના કૂવામાં દીપડો દેખાયો. કૂવામાં દીપડો દેખાતા સ્થાનિક ગ્રામજનો ઉમટ્યા. ગામલોકોએ વનવિભાગને જાણ કરતા વેન વિભાગે રેસ્ક્યુ હાથ ધરી સલામત કુવામાંથી બહાર નીકાળ્યો. કુવામાંથી બહાર નીકળ્યાં બાદ જંગલ તરફ ચાલી ગયો. આ ઘટના 11મી ડિસેમ્બરની છે.
Gujarat Corona : ગુજરાતની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, અમદાવાદના 4 વિદ્યાર્થી પોઝિટીવ
સુરતઃ ગુજરાતમાં ફરી એકવાર સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. સુરતમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બે બાળકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે.
ડુમસ સ્થિત DPS સ્કૂલના બે વિદ્યાર્થીને કોરોના થયો છે. વેસુમાં રેહતા ગુપ્તા પરિવારના બંને બાળકો પોઝિટીવ આવ્યા છે. 7 દિવસ માટે DPS સ્કૂલનો વર્ગ બંધ કરી દેવાયા છે. બંને એક જ પરિવારના અને છે ભાઈ બહેન.
અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા એક વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે. બંને શાળામાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે.
વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે.
વડોદરાની શાળાઓમા વધતા કોવિડ કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા ડી.ઇ.ઓને રજુઆત કરાઈય. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો કોવિડ પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...