નેક કામઃ યુદ્ધમાં બરબાદ થયેલા યૂક્રેનીયનો મદદ કરવા ગુજરાતી કલાકારોએ અમેરિકામાં ડાયરો કરીને કરોડોનુ દાન એકઠુ કર્યુ, જુઓ ડૉલરો વરસાદ..........
<p><strong>અમદાવાદઃ</strong> રશિયા અને યૂક્રેન વચ્ચે 36 દિવસથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યુ છે, યૂક્રેનીયનોની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે, રશિયન સૈનિકો કીવ, ખારકીવ, મારિયુપોલ સહિતના મોટા મોટા શહેરોને બૉમ્બમારાથી તબાહ કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતીઓ આ લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે કામ કરી રહ્યાં છે. આ વાતનો પુરાવો એક ડાયરાથી મળ્યો છે. અમેરિકામાં ગુજરાતી ગાયકોએ યુક્રેનીયનોની મદદ માટે ડાયરો કરીને ડૉલરનો વરસાદ કરાવી દીધો હતો, આ ડાયરાથી લગભગ 2 કરોડથી પણ વધુ રકમ એકઠી કરી હતી. </p> <p>પ્રખ્યાત ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારી (Geeta Rabari)ના અમેરિકામાં યોજાયેલા લોકડાયરાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેઓએ યુક્રેનની મદદ માટે અમેરિકામાં લોકડાયરાનો કાર્યક્રમ યોજ્યો હતો, કર્યો, જેમાં તેમના પર લાખો ડોલરનો વરસાદ થયો હતો. સ્ટેજ પર જ્યાં જૂઓ ત્યાં ડોલરના ઢગલા જોવા મળતા હતા. લોકકલાકાર ગીતા રબારીએ અમેરિકામાં ડાયરો કર્યો ત્યારે મોટી સંખ્યામાં NRI (Non-resident Indians)એ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. આનાથી અંદાજે ત્રણ લાખ ડોલર એટલે કે રુપિયા 2.28 કરોડ એક...