Gujarat Corona Case Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવ્યા 121 કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા
<p style="text-align: justify;"><strong>Gujarat Corona Case Update:</strong> રાજ્યમાં આજે કોરોનાના 121 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે એક પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. સૌથી વધુ કેસ આજે અમદાવાદમાં 44 નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 18 અને મહેસાણામાં 11 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં રિકવરી રેટ 99.05 ટકા પર પહોંચી ગયો છે. હાલમાં રાજ્યમાં 7 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 1211 દર્દીઓની હાલત સ્થિર છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.</p> <h4 class="article-title ">મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઇન સ્ટ્રોક</h4> <p>મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત લથડી હોવાની માહિતી સામે આવી છે. અનુજ પટેલની તબિયત લથડતા તેમને સારવાર માટે કે. ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી.હોસ્પિટલે પહોંચ્યા છે.</p> <p><strong>મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ KD...