Skip to main content
Gujarat Rain Forecast : રાજ્યમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast :આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.  ભારે વરસાદના અનુમાનને લઇને નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. વરસાદને લઇને બે જિલ્લા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ છે.  તો સુરત, ડાંગ, તાપીમાં વરસાદનું યલો એલર્ટ છે.  શેર ઝોનના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ  વરસી શકે છે. હવામાન વિભાગે  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માટે હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ આપ્યું છે.  ભારે વરસાદની આગાહીને પગલે આજે દમણ અને દાદરાનગર હવેલીમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. સ્થળાંતરની શક્યતાને પગલે શાળાઓમાં રાહત સેન્ટર બનાવવામાં આવ્યા છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં 107 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્રના છ જિલ્લામાં ચોમાસાની સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી શક્યો છે.
ગુજરાતમાં વરસી રહેવા સારા વરસાદના કારણે રાજ્યના 206 પૈકી 121 જળાશયો હાઈએલર્ટ પર છે. તો  87 જળાશયો એલર્ટ અને વોર્નિંગ પર છે.  17 જળાશયો એલર્ટ અને 17 જળાશયો વોર્નિંગ પર છે. 85 જળાશયોમાં 70 ટકાથી વધુ ભરાયા છે. રાજ્યના 207 પૈકી 60 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 46, તો કચ્છના 10 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે.  દક્ષિણ ગુજરાતના ત્રણ અને મધ્ય ગુજરાતનું એક જળાશય ઓવર ફ્લો છે. 206 જળાશયોમાં 64.67 ટકાથી વધુ જળસંગ્રહ છે.
વરસાદની આગાહી દરમિયાન હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે. નવસારીમાં છેલ્લા 6 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે  સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાતભર વરસાદ વરસતાં અનેક સ્થળો જળમગ્ન બની ગયા છે. નીચાણવાળા રસ્તા અને ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટી 22 ફુટને પાર પહોંચી છે. પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...