‘2 કા 6 લાખ’ ઈન્સ્ટા પર ₹500ના બંડલ મૂકનાર ઝડપાયા:રામભાઇ પટેલ IDના વાઈરલ વીડિયોનો ભેદ ઉકેલાયો, છેતરપિંડી આચરવા નોટોના બંડલો ભરેલા પટારા બતાવ્યા
https://ift.tt/vlhq18k ભુજના અકક્ષાનગર વિસ્તારમાં એક વાઈરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતીય ચલણી રૂપિયા 500ની નોટોના બંડલો સાથે એક લોખંડની અનાજ ભરવાની પેટી અને બે લોખંડના ટ્રંક (સુટકેસ) દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ હિન્દીમાં "રામભાઇ પટેલ ગુજરાત કચ્છ ભુજ લોકેશન જાયેગા મેરા ભાઇ ઠીક હૈ" કહેતો સંભળાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, જેના કારણે લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. છેતરપિંડી આચરવા ફેક ID બનાવી ઇન્સ્ટાગ્રામ પર "ram_bhai_patel" નામની આઇ.ડી. પરથી વાઈરલ થયેલા ભારતીય ચલણની ₹ 500ની નોટોના બંડલવાળા વીડિયોની પાછળ એક મોટો છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે. આ વાઈરલ વીડિયોમાં લોખંડની અનાજ ભરવાની મોટી પેટી અને બે લોખંડના ટ્રંકમાં ભારતીય ચલણની નોટો ભરેલી દેખાતી હતી. સાથે જ, એક મોબાઇલ ફોનની સ્ક્રીન પર "Ram bhai patel 9726760787", "2 ka 6 lakh" અને "Location Gujarat Kutch" લખેલું જોવા મળ્યું હતું. આ વીડિયોમાં એક વ્યક્તિ હિન્દીમાં બોલતો સંભળાયો કે, "રામભાઇ પટેલ ગુજરાત કચ્છ ભુજ લોકેશન જાયેગા મેરા ભાઇ ઠીક હૈ." LCBએ ભુજના બે શખસને ઝડપ્યા આ વાઈરલ વીડિયોની તપાસ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ.એન. ચુડાસમાએ ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભુજ કેમ્પ એરીયાના અક્ષાનગરમાં રહેતા બે શખસ અબ્દુલ રજાક રઉફ રાયમા અને રેહાન અલીમામદ સમા,ને પકડી પાડવામાં આવ્યા. છેતરપિંડીનો ખુલાસો પોલીસ દ્વારા ઝીણવટીભરી પુછપરછ દરમિયાન અબ્દુલ રજાકે કબૂલ્યું કે, તેણે અને રેહાને મળીને આ છેતરપિંડીનું આયોજન કર્યું હતું. તેઓએ વોડાફોન કંપનીનું ડમી સીમકાર્ડ ખરીદી "ram_bhai_patel" નામની ખોટી ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. બનાવી હતી. આઈડીમાં નોટોના બંડલવાળો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેનાથી લોકો સાથે છેતરપિંડી કરીને પૈસા પડાવવાનો ઇરાદો હતો. એક સાચી અને બાકીની ચિલ્ડ્રન બેંકની ખોટી નોટો રાખી તેમણે વધુમાં જણાવ્યું કે, લોખંડની અનાજ ભરવાની પેટી અને ટ્રંકમાં ઉપરના ભાગે સાચી રૂપિયા 500ની નોટો રાખી હતી, જ્યારે નીચે "ચિલ્ડ્રન બેંક"ની ખોટી નોટો રાખવામાં આવી હતી. આ નોટોના બંડલનો વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે બાદમાં ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ડર લાગતા નાશ કર્યો આ કિસ્સામાં વધુ ખુલાસો થયો કે, વીડિયો વાઈરલ થયા બાદ બંને શખસને ડર લાગતા તેમણે ચિલ્ડ્રન બેંકની ખોટી નોટોનો નાશ કરી દીધો હતો. જોકે, આ છેતરપિંડીના કિસ્સામાં ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને શખસને પકડીને વધુ તપાસ શરૂ કરી છે. સોશિયલ મીડિયા માહિતી પર વિશ્વાસ ન કરો આ કિસ્સો લોકોમાં જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ છે કે, સોશિયલ મીડિયા પર વાઈરલ થતી માહિતી પર તત્કાળ વિશ્વાસ ન કરવો જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.
Comments
Post a Comment