Skip to main content
પરીક્ષાની તૈયારી કરો સરકારના રૂપિયે:UPSC, GPSC માટે અનામત અને બિન અનામત વર્ગને મળશે રૂપિયા; જાણો લાયકાત, લાભ, ડોક્યુમેન્ટ અને અરજીની સ્ટેપ બાય સ્ટેપ માહિતી
https://ift.tt/p7aSbDr ગુજરાતના યુવાનો માટે ખુશખબર! સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર આપશે ₹20,000 ની સહાય... શું તમે પણ સરકારી નોકરીનું સપનું જુઓ છો? શું તમે યુપીએસસી, જીપીએસસી કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માંગો છો? પરંતુ શું પરિવારની આર્થિક પરિસ્થિતિ તમારી સૌથી મોટી ચિંતા છે? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી! ગુજરાત સરકાર તમારા માટે એક એવી યોજના લઈને આવી છે જે તમારી તૈયારીના ખર્ચમાં ઘણી મદદ કરશે. હવે ગરીબ અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે. સરકાર દ્વારા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કોચિંગ સંસ્થાઓમાં તાલીમ લેવા માટે પૂરા ₹20,000 ની સહાય આપવામાં આવશે. આ યોજના એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેમણે ધોરણ 12માં 60 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હોય અને તેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય. આ સહાય મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વેબસાઈટ gueedc.gujarat.gov.in પર જવાનું રહેશે. ત્યાં તમારે સ્કીમ સેક્શનમાં જઈને ‘ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ’ પસંદ કરવાનું રહેશે અને ‘અપ્લાય નાવ’ પર ક્લિક કરવાનું રહેશે. જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હોવ તો તમારે ‘ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન’ પર ક્લિક કરીને તમારી નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ તમે લોગીન કરીને યોજનાના નામ પર ક્લિક કરીને ફોર્મમાં તમારી જરૂરી બધી વિગતો ભરી શકો છો. તમારે તમારો ફોટો અને સહી પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. બધી માહિતી ભર્યા પછી તેને સેવ કરવાથી તમને એક એપ્લિકેશન નંબર મળશે. હવે તમારે આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે અને તમારી જરૂરી ડોક્યુમેન્ટ્સની પ્રમાણિત નકલ તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને કુરિયર દ્વારા અથવા રૂબરૂમાં જઈને જમા કરાવવાની રહેશે. જો તમારી અરજી મંજૂર થશે તો તમને આ સહાયની રકમ મળી જશે. આ સહાય મેળવવા માટે તમારે બિન અનામત વર્ગનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ, એલસી, ધોરણ 10 અને 12 ની માર્કશીટ, કોચિંગ સંસ્થામાં ફી ભર્યાની પહોંચ અને તમારી બેંક પાસબુક જેવા ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. માત્ર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ જ નહીં, અનામત વર્ગના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેઓએ sje.gujarat.gov.in પોર્ટલ પર જઈને યોજનાઓના ઓપ્શનમાં આર્થિક ઉષ્કર્ષમાં જઈને બીકેસી 35 પર ક્લિક કરવાનું રહેશે. અહીં તેમને વર્ગ 1, 2, 3 અને કેન્દ્ર સરકારની તમામ ભરતીઓની તૈયારી માટે પણ ₹20,000 ની સહાય મળશે. અરજી ફોર્મ ભરીને અનામત વર્ગના વિદ્યાર્થીઓએ સમાજ કલ્યાણ વિભાગને મોકલવાનું રહેશે. તો રાહ શેની જુઓ છો? જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ અને આર્થિક તંગી અનુભવી રહ્યા હોવ તો આ યોજના તમારા માટે જ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...