Weather: રાજકોટ 44 ડિગ્રી સાથે ફરી એકવાર સૌથી ગરમ શહેર બન્યું, આજે અમદાવાદમાં પારો પહોંચશે 44 ડિગ્રીને પાર

Gujarat Weather News: ગુજરાતમાં અગનવર્ષા ચાલુ છે, હવામાન વિભાગ અનુસાર, હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. તાજા આંકડા પ્રમાણે, રાજકોટમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો, રવિવારે 44.4 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતુ. આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જઇ શકે છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળો આકરો તાપ વરસાવી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે ગરમી લૂ અને તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે. અત્યારે આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઇ રહ્યું છે, રવિવારે 44.4 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ છે. આ ઉપરાંત 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગર પણ શેકાયુ હતુ. હવે હવામાન વિભાગના તાજા અપડટે પ્રમાણે, હજુપણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ ઉપર જઈ શકે છે, અમદાવાદમાં પાંચ દિવસ આગ ઓકતી ગરમીનો પ્રકોપ રહેશે. ભુજ અને અમરેલીમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં તાપમાનના આંકડા -

રાજકોટ - 44.4 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર - 44.3 ડિગ્રી તાપમાન
ભુજ - 43.8 ડિગ્રી તાપમાન
અમરેલી - 43.5 ડિગ્રી તાપમાન
ડીસા - 42.3 ડિગ્રી તાપમાન
અમદાવાદ - 41.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગર - 40.8 ડિગ્રી તાપમાન
વડોદરા - 40.2 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કંડલા (બંદર) માં 36, કંડલા (એરપોર્ટ) માં 45.6 ડિગ્રી, અમરેલીમાં 41, ભાવનગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહુવામાં 35, ગાંધીનગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40, વડોદરામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં હજુ પણ લોકોએ ગરમી સહન કરવી પડશે.

ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 41.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Comments
Post a Comment