અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં અનારાધાર વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પ્રથમ સપ્તાહમાં વરસાદના ભારે ઝાપટા વરસશે. જ્યારે 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.

કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હાલ સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. 3 ઓગસ્ટે રાજ્યમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 6થી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 18મી ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે. 10 ઓગસ્ટ આસપાસથી અરબ સાગર સક્રિય થઈ જશે.આ સમય દરમિયાન રાજ્યમ...