
<p>Gujarat Rain Data : ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 62 ટકા વરસાદ, 10 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ</p> <p>ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે..અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 21.25 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 62 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે.. જેની સરખામણીએ 2024માં 28 જુલાઈ સુધી સિઝનનો 55 ટકા વરસાદ પડ્યો હતો..આ વખતે 105 તાલુકા એવા છે જ્યા 20 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે..ઝોન પ્રમાણે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 65 ટકા વરસાદ વરસી ચુક્યો છે...જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ સરેરાશ 51 ઈંચ, ડાંગ 50, નવસારીમાં 44, સુરતમાં 40, તાપીમાં 39, સાબરકાંઠામાં 27 ઈંચ વરસાદ વરસ્યો..તાલુકા પ્રમાણે વલસાડના કપરાડામાં સૌથી વધુ 80, વાપીમાં 61 ઈંચ વરસાદ વરસ્યો...જ્યારે પાટણના શંખેશ્વરમાં સૌથી ઓછો 6 ઈંચ વરસાદ પડ્યો છે...કચ્છ ઝોનમાં સરેરાશ 12 ઈંચ સાથે 64 ટકા વરસાદ વરસ્યો..જેમાં ગાંધીધામમાં સૌથી વધુ 16 ઈંચ જ્યારે અબડાસામાં સૌથી ઓછો 6.50 ઈંચ વરસાદ વરસ્યો.</p>
Comments
Post a Comment