Skip to main content
Gujarat Rain: ગુજરાતમાં 72 કલાકમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી, 26 જિલ્લામાં એલર્ટ-પૂરની ચેતવણી
Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાન મચાવી શકે છે, તાજેતરમાં જ હવામાન વિભાગની સાથે સાથે હવામાનકારોએ પણ વરસાદના વધુ એક ભારે રાઉન્ડ વિશે અનુમાન કર્યુ છે. ગુજરાતમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જેના કારણે રાજ્યના 26 જિલ્લામાં ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે.
રાજ્યમાં વધુ એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે, હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઓરેન્જ અલર્ટ છે. જેાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે છે. આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો અલર્ટ છે. તો આવતીકાલે રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાના નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 27 તારીખથી મેઘરાજા ધબધબાટી બોલાવશે. 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 27, 28 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી 72 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...