Skip to main content
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain: ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા, અરવલ્લી, અને મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરવલ્લીમાં અતિભારે વરસાદ: મોડાસા અને માલપુરમાં જળબંબાકાર
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને માલપુર અને મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં રાત્રી દરમિયાન 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઝમઝમ, આઝાદ ચોક, આઈજી પાર્ક અને અતાનગર જેવા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં રહીશોની ઘરવખરી પલળી ગઈ હતી. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવામાં સમય લાગી રહ્યો છે.
અમદાવાદમાં જળબંબાકાર: પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ
અમદાવાદમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એસ.જી. હાઈવેના સર્વિસ રોડ અને ઝાયડ્સથી થલતેજ તરફ જવાનો રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30 મિનિટથી વધુ સમયથી વરસાદનો વિરામ હોવા છતાં પાણી ઓસર્યા નથી, જે અમદાવાદ મનપા અને નેશનલ ઓથોરિટીની પ્રિ-મોન્સૂન કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. સીઝનનો કુલ 21 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. અનેક વાહનોમાં પાણી ઘૂસી જતાં બંધ પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ: વડગામમાં 8 ઇંચ વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં પણ મોડી રાત્રીથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વડગામમાં ધોધમાર 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ગઠામણ પાટિયા નજીક પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં વારંવાર પાણી ભરાઈ જાય છે.
નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ: નદીઓ અને ડેમની સ્થિતિ
રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં સ્ટેશન રોડ, મંકોડિયા, ઇટાડવા, અને ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં નોંધાયેલો વરસાદ:
નવસારી: 1.22 ઇંચ
જલાલપોર: 0.49 ઇંચ
ગણદેવી: 0.24 ઇંચ
ચીખલી: 0.90 ઇંચ
વાંસદા: 1.35 ઇંચ
ખેરગામ: 1.39 ઇંચ
નવસારી જિલ્લામાં આવેલી નદીઓની સપાટી:
પૂર્ણા નદી: 10 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ)
અંબિકા નદી: 11.97 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ)
કાવેરી નદી: 8.50 ફૂટ (ભયજનક સપાટી: 19 ફૂટ)
નવસારી જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ:
જૂન ડેમ: 167.60 ફૂટ (ઓવરફ્લો થઈ રહ્યો છે)
કેલિયા ડેમ: 113.50 ફૂટ (ઓવરફ્લો થઈ રહ્યો છે)
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...