
https://ift.tt/j9DoJxM પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન તથા તાબા હેઠળના ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત સીટી લેવલ ટેકનિકલ સ્ટાફની (11 માસના કરાર આધારિત) માસિક ફિક્સ વેતનથી ભરતી કરાઈ છે. જેમાં સિવિલ એંજિનિયરની 15, એમ.આઈ.એસ.એક્સપર્ટની 7, ફાયનાન્સીયલ મેનેજમેંટ એન્ડ એકાઉન્ટિંગ એક્સપર્ટની 6 અને આઈ.ઈ.સી.એક્સપર્ટની 1 એમ કુલ 29 જગ્યાઓની ભરતી કરાઈ છે. આ જગ્યાઓ માટેની કામગીરીની વિગતો. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો જાહેરાત કચેરીની વેબસાઇટ https://ift.tt/lxg4DFq પર ઉપલભ્ધ છે. આ જગ્યાઓ પર નિમણૂક ઈચ્છતા ઉમેદવારોએ અરજી જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી 15 દિવસની સમયમર્યાદામાં રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકા કચેરી, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે.
Comments
Post a Comment