
<p><strong>Rain Forecast:</strong>હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. 2 ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.</p> <p>આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.</p>
Comments
Post a Comment