Gujarat Unseasonal Rains Live: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસ્યો, માવઠાથી કપાસ-ડાંગરના ખેડૂતો થયાં બરબાદ

<p><strong>Gujarat Unseasonal Rain:</strong> ગુજરાતમાં નવુ વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. પરંતુ અત્યારે રાજ્યમાં કારતક મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હાલમાં અરબી સમુદ્રમાં લૉ પ્રેસર ડિપ્રેશન સિસ્ટમ સર્જાઇ છે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠુ થઇ રહ્યું છે, અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે, કપાસ, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.</p>
Comments
Post a Comment