
https://ift.tt/Ly2uG1Q ગુજરાતમાં સાડાત્રણ મહિના સુધી ચાલેલી SIRની કામગીરી બાદ આજે મતદારયાદીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મતદાર યાદી મુજબ ભાવનગર જિલ્લામાં 8,66,937 પુરુષ, 8,00,994 મહિલા અને 14 અન્ય (થર્ડ જેન્ડર ) મળી કુલ 16,67,945 મતદારો નોંધાયા છે. જે અગાઉ ડ્રાફ્ટ રોલમાં નોંધાયલા કુલ મતદાર 16,37,981માં 29,964 મતદારનો વધારો એટલે કે ટકાવારીની દ્રષ્ટીએ 1.83 ટકાનો વધારો થયો છે. જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. જિલ્લા ચૂંટણી અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ અંગેની બેઠક યોજાઈ હતી. વિધાનસભા મતવિસ્તાર મુજબ મહુવા વિધાનસભા મતવિસ્તારમાં 1,19,386 પુરુષ મતદારો, 1,12,919 મહિલા મતદારો એમ કુલ 2,32,305 મતદારો, તળાજા વિધાનસભા મતવિસ્તારમાં 1,22,710 પુરુષ મતદારો, 1,11,980 મહિલા મતદારો અને 1 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,34,691 મતદારો, ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં 1,08,162 પુરુષ મતદારો, 98,433 મહિલા મતદારો એમ કુલ 2,06,595 મતદારો, પાલિતાણા વિધાનસભા મતવિસ્તારમાં 1,37,483 1 પુરુષ મતદારો,1,25,436 મહિલા મતદારો અને 3 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,62,922 મતદારો, ભાવનગર ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારમાં 1,47,154 પુરુષ મતદારો,1,33,332 મહિલા મતદારો એમ મળી કુલ 2,80,486 મતદારો, ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં 1,16,492 પુરુષ મતદારો, 1,12,301 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,28,798 મતદારો અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 1,15,550 પુરુષ મતદારો તેમજ 1,06,593 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,22,148 મતદારો નોંધાયા છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાન યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે આખરી મતદારયાદી સંબંધિત મતદાન મથકોએ જોવા મળશે જિલ્લાના તમામ નાગરિકોની જાણકારી માટે આ આખરી મતદારયાદી સંબંધિત મતદાન મથકો (Polling Stations)એ જાહેર જનતાના અવલોકન માટે મૂકવામાં આવી છે. આ યાદીની નકલ માન્ય રાજકીય પક્ષોને પણ સુપરત કરવામાં આવી છે. મતદારો પોતાનું નામ મતદાન મથકો પર જઈને અથવા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર ચકાસી શકશે. મતદાન મથકોની રેશનલાઇઝેશન/રી-એરેન્જમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એક બૂથ પર 1200થી વધુ મતદારો ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 2143 મતદાન કેન્દ્રો કાર્યરત છે. 1.24 લાખથી વધુ મતદારો સ્થળાંતર કરી ગયા જિલ્લામાં કુલ 16,37,981 એટલે કે 87.74 ટકા મતદારોની ડિજિટલાઇઝેશન નોંધણી કરવામાં આવી છે. જેમાં સેલ્ફ મેપિગ 6,30,754 (33.98%), પ્રોજેની મેપિગ 9,13,506 ( 48.93 %) અને નો મેપિગ 93,721 ૯૩,૭૨૧ ( 5.02 %) નોંધાયા છે. ASD યાદીમાં કુલ 2,28,956 (12.26 %) મતદારોનો સમાવેશ થાય છે. જેમાં મૃત્યુ પામેલ મતદારો 66,086 (3.54%), કાયમી સ્થળાંતર થયેલ મતદારો 1,24,850 (6.69 %) અનટ્રેસેબલ 22,004 ( 1.18 %), ઓલરેડી ઈન રોલ્ડ મતદારો 14,262 (0.76%), અન્ય મતદારો 1,754 ( 0.09%) મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં નામ જોવા માટેની વેબસાઇટ આખરી યાદી પ્રસિદ્ધ થઈ છે ત્યારે મતદારો પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે વેબસાઈટ https://ift.tt/iJmkP4W અથવા તો https://ift.tt/VpB8o7w વેબસાઈટના માધ્યમથી ચકાસી શકાશે આ ઉપરાંત વૉટર પોર્ટલ voters.eci.gov.in , મતદારો માટેની એપ્લિકેશન ECINET App પર અથવા તો જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી બીએલઓ ખાતે પણ યાદી દ્વારા સંપર્ક કરી શકાશે. તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે તેની પદ્ધતિને અનુસરવાની રહેશે.
Comments
Post a Comment