Skip to main content
Gujarat Weather : રાજયમાં ગરમીનું વધશે પ્રમાણ કે વાતાવરણમાં પલટા સાથે હજુ વરસશે કમોસમી વરસાદ?
Weather Forecast: રાજયમાં 20 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો, વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અનેક જગ્યાએ છૂટછવાયો વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આજે પણ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાય વાતાવરણ વચ્ચે છૂટછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. ગઇ કાલે પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા સહિતના આસપાસના વિસ્તારમાં છૂટછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયાના કારણે રાજ્યના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગરમ અને ઠંડી હવા ભેગી થતાં વાદળા બંઘાતા કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હવે તાપમાનનો પારો ધીરે ધીરે ઉંચકાશે અને ઉનાળાની શરૂઆત થઇ જશે, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત છે.
હવામાન વિભાગે શુક્રવારથી કેટલાક રાજ્યોમાં હવામાનની સ્થિતિ વધુ ખરાબ થવાની આગાહી કરી હતી. વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં આ જ ક્ષેત્રમાં બીજો નીચું દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે. આ પ્રભાવથી 21 અને 22 ફેબ્રુઆરીએ દક્ષિણ ભારતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે, જેના માટે યલો એલર્ટ  જાહેર કરવામાં આવી છે.
આઈએમડી અનુસાર, ભૂમધ્યરેખીય  હિંદ મહાસાગર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક ઉપલા વાતાવરણીય ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે, જે સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આને કારણે, આગામી 24 કલાકમાં બીજો એક લો પ્રેશર  દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા છે, જે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે. આની અસરથી 20 ફેબ્રુઆરીએ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 ફેબ્રુઆરીએ કેટલાક સ્થળો ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદનું અનુમાન છે .કન્યાકુમારીતિરુનેલવેલી,થુથુકુડી,તેનકાસી,વિરુધુનગર,થેનીમાં વરસાદનું યેલો એલર્ટ,જાહેર કરવામાં આવ્યું છે.
22 ફેબ્રુઆરીએ ડિંડીગુલ, મદુરાઈ અને થેની જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે, જ્યાં યલો એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીની સવારે ઉત્તર તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં હળવું ધુમ્મસ કે ઝાકળ પડી શકે છે.દરમિયાન, ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની અપેક્ષા નથી. જોકે, સવારે હળવી ધુમ્મસ કે ઝાકળ રહી શકે છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...