PM Modi Gujarat Visit: PM મોદી આજે ( 28 ફેબ્રુઆરી) બપોરે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, તેઓ ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ 3.45 વાગ્યાની આસપાસ પહોંચશે, પીએમ મોદીના હસ્તે અહીં માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMPનું ઉદ્ધધાટન કરવામાં આવશે. સાણંદ હેલિપેડથી માઇક્રોન કંપની સુધીનો PM મોદીનો રોડ શો યોજશે. ઉદ્ધઘાટન બાદ તેઓ એક જનસભાને સંબોધિત કરશે, સભા અને રોડ શોમાં એક લાખ લોકો ઉપસ્થિત રહે તેવો અંદાજ છે.

ઉલ્લેખનિય છે કે, આ પ્રોજેક્ટ માટે ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કંપની શરૂઆતથી દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે, જે દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિનો પહેલો અધ્યાય હશે, આ કંપનીથી 5000 લોકોને રોજગારી મળવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે, સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સપ્ટેમ્બર 2023માં થયું હતું, તે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ મંજૂર થયેલ પ્રથમ પ્રસ્તાવ હતો. રૂ. 22,500 કરોડથી વધુના કુલ ખર્ચની મંજૂરી મળ્યા બાદ તરત બાંધકામ શરૂ થયું હતું.

આ કંપની SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન કરશે.સાણંદ ATMP સુવિધા માઈક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.

માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની વિશેષતાઓ

અહીં સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (Assembly, Test, and Packaging - ATMP) સુવિધા ઉપલબ્ધ છે.આ પ્લાન્ટ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું ક્લીનરૂમ (Cleanroom Space) ધરાવે છે, જે વિશ્વના સૌથી મોટા રેઝ્ડ-ફ્લોર ક્લીનરૂમ્સમાંનું એક છે.આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે જ ભારતમાં બનેલા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સ (Memory Modules) નું વ્યાવસાયિક ઉત્પાદન (Commercial Production) શરૂ થશે. આ ઉત્પાદનોનું વૈશ્વિક બજારોમાં શિપમેન્ટ (Shipment) પણ કરવામાં આવશે, જે ભારતની આયાત નિર્ભરતા ઘટાડશે.આ સુવિધા હાઇ-પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ (High-Performance Computing) અને AI માટે જરૂરી મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ (Storage Solutions) પૂરા પાડશે. આ પ્લાન્ટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (Dynamic Random Access Memory - DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરશે.

Comments
Post a Comment