
<p> ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠાએ વિનાશ વેર્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અચાનક મિની વાવાઝોડૂ અને કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકોને પણ નુકસાની પહોંચી છે. ખેડૂતોને પાક પલળ્યો છે, તો વળી, ક્યાંક હૉર્ડિંગ્સ, બેનર અને ઝાડ પડી જતાં સામાન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં આગામી 2 કલાકમાં વરસાદની નવી આગાહીનું અપડેટ સામે આવ્યુ છે. </p> <p>ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, સાથે સાથે મિની વાવાઝોડૂ અને માવઠાથી નુકસાની પણ થઇ છે. જોકે, આ સિલસિલ હજુ પણ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી 2 કલાકમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, તાપી, ડાંગમાં આગામી 2 કલાકમાં હળવા વરસાદની આગાહી છે, આ ઉપરાંતત વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગામી 2 કલાકમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં આવતી કાલ સુધી ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. આજે 20 થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આજ અને આવતીકાલ માટે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપીને લોકોને ચેતવ્યા છે. </p>
Comments
Post a Comment