Gujarat Local Body Election 2026: ભરૂચમાં વોર્ડ નંબર- 2ના મતદાન કેન્દ્ર પર વીજ પુરવઠો ખોરવાયો, મીણબત્તીના સહારે મતદાન

Gujarat Election 2026 Voting Updates: ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અનોખી સ્થિતિ સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચમાં વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈકરા સ્કૂલ ખાતે આવેલા આ મતદાન મથકે વીજળી ગુલ થતાં તાત્કાલિક મીણબત્તીનો સહારો લેવામાં આવ્યો હતો. મીણબત્તીના સહારે પણ મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. મતદારો ઉત્સાહ સાથે પોતાનો મત આપવા આગળ આવ્યા હતા. આ પરિસ્થિતિ છતાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે. લોકોએ જવાબદારીપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

લગ્ન પહેલા મતદાન

બોટાદમાં લગ્ન પહેલા દુલ્હન મતદાન કરવા પહોંચી હતી. બોટાદ પાલિકાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે ત્યારે સરકારી હાઈસ્કૂલના બુથ પર લાંબી લાઈન લાગી હતી. પોતાના લગ્ન પહેલા ભૂમિ પંચાલે મતદાન કર્યું હતું. અરવલ્લીના મેઘરજમાં વર-કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા વર અને કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા નવદંપતીએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો.

આણંદના કરમસદમાં EVM ખોટવાયું

આણંદના કરમસદમાં EVM ખોટકાયું હતું. કરમસદના મતદાન કેન્દ્રમાં અંદાજે 7 મિનિટ સુધી EVM બંધ રહ્યું હતુ. તાત્કાલિક અન્ય EVM મંગાવી મતદાન શરૂ કરાયું હતું.

જો વોટર ID ન હોય તો, આ 14 માંથી કોઈ એક પુરાવો સાથે રાખો:

-ફોટાવાળો ઓરિજિનલ પાસપોર્ટ
-ડ્રાઇવિંગ લાયસન્સ (જે ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા 1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું હોય)
-પાન (PAN) કાર્ડ
-કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટાવાળું ઓળખકાર્ડ (ID Card)
-બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલી)
-SC/ST કે OBC વર્ગ માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું ફોટાવાળું પ્રમાણપત્ર
-ફોટાવાળું પેન્શન સર્ટિફિકેટ (જેમ કે માજી સૈનિકની પેન્શન બુક, વિધવા પેન્શન બુક કે વૃદ્ધાવસ્થા પેન્શન ઓર્ડર - 1 મહિના પહેલાનું)
-કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સ્વતંત્રતા સેનાનીનું ફોટાવાળું ઓળખકાર્ડ
-હથિયાર માટેનું ફોટાવાળું લાયસન્સ (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું)
-સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ વ્યક્તિનું ફોટાવાળું પ્રમાણપત્ર
-મનરેગા (MNREGS) યોજના હેઠળ અપાતું ફોટાવાળું જોબ કાર્ડ
-ESI યોજના હેઠળ આપવામાં આવેલું હેલ્થ કે ઓળખકાર્ડ
-નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) યોજના હેઠળ આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ
-UIDAI દ્વારા આપવામાં આવેલું આધાર કાર્ડ

Comments
Post a Comment