Skip to main content
Gujarat local body elections Live: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં દિલ્હીથી ફંડિંગનો AAP પર આરોપ, ચાર મહિનામાં અંદાજે સવા કરોડની થઈ હેરફેર
Gujarat local body elections Live: સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા એક મોટા "પોલિટિકલ હવાલા કૌભાંડ"નો પર્દાફાશ કર્યો. આમ આદમી પાર્ટીના બે મહત્વના ઓપરેટિવ્સ દ્વારા ચલાવવામાં આવતા એક આંતરરાજ્ય 'હવાલા અને પોલિટિકલ ફંડિંગ સિન્ડિકેટ' નો સનસનાટીભર્યો ખુલાસો થયો. જેણે છેલ્લા ચાર મહિનામાં આંગડિયા પેઢીઓ મારફત દિલ્હીથી સુરતમાં કથિત રીતે ₹1 કરોડથી વધુની લેવડ દેવડ કરી હોવાનું બહાર આવ્યું.
દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તથા અજય તિવારીની ત્રિપુટી દિલ્હી હાઈકમાન્ડ માટે નાણાકીય વ્યવહારોનું સુનિયોજિત નેટવર્ક ચલાવી રહી હોવાનો ખુલાસો થયો હતો. હિમાંશુ પાહુજા સિન્ડિકેટનો મુખ્ય હેન્ડલર છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતો હિમાંશુ પાહુજા અગાઉ કોંગ્રેસમાં સક્રિય હતો, તે હાલમાં AAPના નેતા સુરેન્દ્ર ભારદ્વાજનો વિશ્વાસુ મનાય છે. પાહુજા આ આખી ચેઈનમાં મુખ્ય 'ફાઇનાન્સર' તરીકેની ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કામ દિલ્હીથી સુરત સુધી નાણાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું છે. બીજી તરફ સુરતના પીપલોદમાં રહેતો આકાશ મિશ્રા, જે પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ પીએ રહી ચૂક્યો છે, તે અજય તિવારી સાથે મળીને આ નાણાં મેળવતો હતો. તેઓ સુરતમાં 'ફાઇનાન્સિયલ રિસીવર' તરીકે કાર્યરત છે. દિલ્હી હાઈકમાન્ડના આદેશથી હિમાંશુ પાહુજા દર મહિને 'આંગડિયા'  મારફતે લાખો રૂપિયાનું બ્લેક ફંડ સુરત મોકલતો હતો. આ ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ સુરતમાં સ્થાનિક સ્તરે પાર્ટીના પ્રચાર-પ્રસાર, ચૂંટણીલક્ષી ગતિવિધિઓ અને કાર્યકરોના નેટવર્કને મજબૂત કરવા માટે કરવામાં આવતો હતો. પોલીસ અને ઇન્કમટેક્સ વિભાગ હવે આ મામલે સક્રિય થયા છે. આકાશ મિશ્રા અને અજય તિવારી સાથે સંકળાયેલા સુરતના અનેક મોટા રાજકીય નેતાઓને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આગામી દિવસોમાં આ તપાસના તાર અનેક મોટા માથાઓ સુધી પહોંચી શકે છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...