Skip to main content

IPS એસોસિએશનની ચૂંટણી પંચને રજૂઆત:ગોપાલ ઈટાલિયાએ ફેસબૂક પર શેર કરેલા વિવાદાસ્પદ વીડિયો સામે કાર્યવાહીની માંગ


https://ift.tt/hy46sQM IPS Association Gujarat Chapterએ રાજ્યના ચૂંટણી પંચને મેમોરેન્ડમ પાઠવીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિવાદાસ્પદ વિડિઓ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એસોસિએશનના મતે ઈટાલિયાએ ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં રાજ્યની ચૂંટણી પ્રક્રિયા, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ ગુજરાત પોલીસ અંગે અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. ‘આવી ટિપ્પણીઓ જનતામાં અવિશ્વાસ ફેલાવે’ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 26 એપ્રિલ, 2026ના રોજ ફેસબુક લાઈવ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં વપરાયેલી ભાષા માત્ર વ્યક્તિગત ટીકા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર કાયદા અમલ તંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે. આ વિડિઓને બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. એસોસિએશનનું કહેવું છે કે આવી ટિપ્પણીઓ જનતામાં અવિશ્વાસ ફેલાવે છે, પોલીસ દળનું મનોબળ તોડી શકે છે અને કાયદાના શાસનને નબળું બનાવે છે. ચૂંટણી જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં આવી હરકતો અત્યંત બેદરકારીપૂર્ણ ગણાય છે. ‘અપમાનજનક ભાષા સ્વીકાર્ય નથી’ રાજ્ય ચૂંટણી આયોગને પાઠવેલી રજુઆતમાં એસોસિએશન એ સ્પષ્ટ કર્યું છે કે લોકશાહીમાં રચનાત્મક ટીકા સ્વીકાર્ય છે, પરંતુ અપમાનજનક ભાષા અને પાત્રહનન સ્વીકાર્ય નથી. તેમણે મોડેલ કોડ ઓફ કન્ડક્ટના ભંગ બદલ કાયદેસર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અંતે એસોસિએશનએ ઉમેર્યું કે કડક પગલાં લેવાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા અધિકારીઓનું મનોબળ વધશે અને નિષ્પક્ષ તથા પારદર્શક ચૂંટણી પ્રત્યે જનવિશ્વાસ મજબૂત બનશે.

Comments