PSI ભરતી પરીક્ષા પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:ભરતી બોર્ડની વેબસાઈટ પર જવાબ ચકાસણી, 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી શકશે
https://ift.tt/vkepNSi ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની લેખિત પરીક્ષાના પેપર-1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા તા. 19 એપ્રિલ 2026ના રોજ યોજાઈ હતી. સત્તાવાર વેબસાઈટ પર જવાબ ચકાસણી કરી શકાશે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ માહિતી મુજબ, પેપર-1ની આન્સર કી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://ift.tt/ULw0a3X પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાં ઉમેદવારો પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે. 4 મે સુધી ઓનલાઈન વાંધા નોંધાવી જો કોઈ ઉમેદવારને આન્સર કી સામે કોઈ વાંધો કે રજૂઆત કરવી હોય તો તે તા. 4 મે 2026ના સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ કોઈ પણ પ્રકારની રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. ઉમેદવારોને સમયસર પોતાની રજૂઆત નોંધાવવા અને વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.
Comments
Post a Comment