આજે કેટલીક મહાનગરપાલિકાઓના પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.
હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કમલેશ પટેલના નામ પર મહોર મારવામાં આવી, જ્યારે અંજુ શાહને ડેપ્યુટી મેયર તરીકેની મહત્વની જવાબદારી સોંપાઈ. આ ઉપરાંત, કોર્પોરેશનના બોર્ડમાં શાસક પક્ષના નેતા તરીકે જશુજી ઠાકોર અને  દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સંગઠનના વરિષ્ઠ નેતા અશોકભાઈ ધોરાજીની ભાજપ હાઈકમાન્ડે પસંદગી કરી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મહિલા અગ્રણી કેયુરી દેસાઈને પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યો. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરવામાં આવી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત પર પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો. દંડક તરીકે રાકેશ પટેલની પસંદગી કરાઈ.

મોરબી મહાનગરપાલિકાના ઈતિહાસના સર્વપ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણીની નિમણૂક કરવામાં આવી. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાના નામ પર મહોર મારવામાં આવી.  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયંતી પડસુંબિયાની વરણી કરીને તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ જાહેર થયેલી આ પ્રથમ અને નવી ટીમને આવકારવા માટે સ્થાનિક રાજકીય વર્તુળો, સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10 માંથી ચૂંટાયેલા દિવ્યાબેન નાથાણીના નામ પર મહોર મારવામાં આવી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6 માંથી વિજેતા બનેલા નવીનભાઈ જરૂના નામની જાહેરાત કરાઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર તેજસ શેઠની વરણી કરવામાં આવી. આ ઉપરાંત, બોર્ડમાં શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નંબર 5 માંથી ચૂંટાયેલા ભરતભાઈ મીરાણી પર પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે દંડક તરીકે વોર્ડ નંબર 6 ના સુરેશ ધોવાની પસંદગી કરવામાં આવી.

મોનિકા વ્યાસની જામનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી, ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરના નામ પર મહોર મારવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ધીરેન મોનાનીની વરણી કરીને તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી.  શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણા રૂપડિયાની નિમણૂક કરવામાં આવી.

નડિયાદને મહાનગરપાલિકાના મેયર તરીકે વોર્ડ નંબર 11 ના કાઉન્સિલર મનીષ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 9 માંથી ચૂંટાયેલા રાવળની પસંદગી કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વોર્ડ નંબર 5 ના પરાગ બારોટની વરણી કરાઈ.

પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી,  ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ શિયાળની પસંદગી કરવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વિક્રમભાઈ ઓડેદરાની વરણી કરાઈ.  દંડક તરીકે ક્રિષ્નાબેન કોટીયાના નામ પર મહોર મારવામાં આવી.

Comments
Post a Comment