મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે હવે તહેવારોની ઉજવણી મોંઘી થઈ છે. ખાંડના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલોને પાર થયા બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હાલ શ્રાવણ મહિનામાં મહાદેવને પ્રસાદમાં ધરાવાતા લાડુથી માંડીને અનેક આઈટમોમાં વપરાતા કિસમીસના ભાવમાં 80 ટકાનો વધારો નોંધાયો છે. તો બદામના ભાવમાં 20 ટકાનો ભાવ વધારો થયો હતો. કિસમીસના ભાવ પ્રતિ કિલો 250થી વધીને 450 રૂપિયા પહોંચી ગયા છે. તો બદામના ભાવ જે એક સપ્તાહ પહેલા 1 હજાર હતા તેના ભાવ 1200 થઈ ગયા છે. તો એલચીનો ભાવ 3500 રૂપિયા પ્રતિ કિલો હતો તે વધીને 4500 રૂપિયા થઈ ગયા છે. પિસ્તાનો ભાવ 1800થી વધીને 2200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યો છે.

ડ્રાયફ્રુટના ભાવમાં 20થી 80 ટકાનો વધારો

જન્માષ્ટમીના તહેવારો પહેલા ખાંડના ભાવમાં વધારા બાદ હવે ડ્રાયફ્રુટના ભાવમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ખાસ કરીને કિસમીસ, બદામ, પિસ્તા, એલચીના ભાવ વધતા સામાન્ય પરિવારના બજેટ પર વધારાનો બોજ આવ્યો છે. ડ્રાયફ્રુટમાં સૌથી મોટો ભાવવધારો કિસમીસમાં જોવા મળ્યો છે. કિસમીસનો ભાવ અગાઉ પ્રતિ કિલો રૂ.250 આસપાસ હતો, જે હવે વધીને રૂ.450 સુધી પહોંચી ગયો છે. એટલે કે કિસમીસના ભાવમાં અંદાજે 80 ટકાનો વધારો થયો છે. બદામના ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય બદામનો ભાવ એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો રૂ.1,000 આસપાસ હતો, જે હવે વધીને રૂ.1,200 થયો છે.

આ પણ વાંચોઃ Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા

પિસ્તા અને એલચીના ભાવમાં પણ વધારો

પિસ્તાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અગાઉ પ્રતિ કિલો રૂ.1,800માં મળતા પિસ્તા હવે રૂ.2,200 સુધી પહોંચી ગયા છે. જ્યારે એલચીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. એલચીનો ભાવ અગાઉ રૂ.5,800 પ્રતિ કિલો હતો, જે વધીને રૂ.6,400 થયો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ડ્રાયફ્રુટની માંગ વધે છે. આવી સ્થિતિમાં તહેવારો પહેલા જ ભાવ વધતા સામાન્ય પરિવાર માટે તહેવારની ખરીદીનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

ગુજરાતમાં ડુંગળીના ભડકે બળતા ભાવ

ગુજરાતભરમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. એક સપ્તાહ પહેલા જે ડુંગળીનો ભાવ 30 થી 40 રૂપિયા હતો, તે હવે હોલસેલ માર્કેટમાં 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે.

Comments
Post a Comment