Jamnagar: જામનગરના લાલપુર રોડ પર આવેલ ભોળેશ્વર મહાદેવના દર્શને જઈ રહેલા ભક્તોની રિક્ષાને એક કારે જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કરુણ દુર્ઘટનામાં 3 લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીજે રાઠોડ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘાયલોને સવરાવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા તેમજ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અકસ્માતનું ચોક્કસ કારણ અને કોની બેદરકારીથી આ દુર્ઘટના સર્જાઈ તે અંગે ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી છે.

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.

આ પણ વાંચો...ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન

તળાવ કિનારે કાગળની હોડીઓ જોઈ પરિવારને શંકા ગઈ

મળતી માહિતી મુજબ, શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ પુત્રીઓ શૌચક્રિયા અર્થે ખડઉ સીમ વિસ્તારમાં આવેલા તળાવ તરફ ગઈ હતી. ત્રણેય દીકરીઓ લાંબો સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તથા અન્ય વિસ્તારોમાં શોધાશોધ શરૂ કરી હતી. આશરે બે કલાક સુધી ચાલેલી ભારે અફરાતફરી બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી. જેના આધારે પરિવારજનોએ તળાવમાં તપાસ લંબાવી હતી.

સ્થાનિક યુવકે ત્રણેય બાળકીઓને બહાર કાઢી

બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક એક તરવૈયા યુવકે તાત્કાલિક તળાવના ઊંડા પાણીમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. થોડા સમયની મહેનત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ દુર્ભાગ્યે ત્રણેય માસૂમ બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે આસપાસના ગ્રામજનોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.

હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી, પરિવારમાં શોકનો માહોલ

તમામ બાળકીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને તપાસીને મૃત જાહેર કરી હતી. મૃતક બાળકીઓમાં પ્રિયા (13 વર્ષ), ઈશા (11 વર્ષ) અને રીના (8 વર્ષ)નો સમાવેશ થાય છે. સરકારી હોસ્પિટલ ખાતે ત્રણેય બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે.

એકસાથે ત્રણ વ્હાલસોયી દીકરીઓ ગુમાવતાં બારૈયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાના કરુણ આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં અત્યંત ગમગીની છવાઈ ગઈ હતી અને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેતમજૂરી કરતા પિતાએ એકસાથે પોતાની ત્રણેય દીકરીઓ ગુમાવતાં સમગ્ર શકરપૂર ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Comments
Post a Comment