Skip to main content

ટેકાના ભાવે ખરીદી:કચ્છ જિલ્લામાં 10 દિવસમાં માત્ર 512 ખેડૂતો દ્વારા જ ઓનલાઈન અરજી કરવામાં આવી

https://ift.tt/ihrxJOR રાજ્યના ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તેવા હેતુથી ખરીફ સીઝન 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણી ઝુંબેશ આગામી 9 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. જોકે, સરકારી યોજનાઓ અને ટેકાના ભાવની જાહેર ખબરો વચ્ચે કચ્છમાં ખેડૂતો તરફથી ઠંડો પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જેનું કારણ વરસાદની ખેંચ અને બજારમાં મળી રહેલા ઊંચા ભાવ છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર કચ્છમાં ખેતી પર વિપરીત અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 1.60 લાખ હેક્ટર જેટલું ઓછું વાવેતર નોંધાયું છે. બજારના સાનુકૂળ સમીકરણોને કારણે ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણીના આંકડા નીચા આવ્યા છે. ખેડૂતો પોતે ઘરે બેઠા પોતાના ફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા Farmer Registry Gujarat મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે. ગ્રામ પંચાયત ખાતેના VCE/VLE ઓપરેટર, નજીકના CSC સેન્ટર અથવા ગ્રામસેવક મારફતે ઈ-ગ્રામ કેન્દ્રો પરથી વિનામૂલ્યે આધાર ઓથેન્ટિકેશનથી નોંધણી કરાવી શકાશે. ખરીદી બાદ તમામ ખેત જણસીઓની ચૂકવણી DBT મારફતે કરાશે. તેથી, ખેડૂતોએ પોતાના બેંક એકાઉન્ટ સાથે આધાર સીડીંગ કરાવવું ફરજિયાત છે. રાજ્યના કૃષિ વિભાગે તમામ પાત્ર ખેડૂતોને સમયસર ફાર્મર આઈડી સાથે પોતાના તમામ સર્વે નંબર આવરી લઈને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. વર્ષ 2026-27 માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ વાવેતરમાં મોટો ઘટાડો તેમજ વિવિધ નોંધણીની વાસ્તવિકતા નોંધણી નીરસ રહેવા પાછળના મુખ્ય પરિબળો હાલ ખુલ્લા બજારમાં વેપારીઓ દ્વારા મગફળી સહિતની જણસીઓના ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ અપાઈ રહ્યા છે. સરકારી પ્રક્રિયામાં માલ જમા કરાવવો, ગ્રેડિંગ અને ચૂકવણીની રાહ જોવા કરતા ખેડૂતો સીધો વેપારીઓને રોકડેથી માલ વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. વરસાદની ખેંચને લીધે પાકની ઉપજ અને વાવેતર વિસ્તાર ઘટ્યા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...