ગુજરાતમાં 108 લૉ પ્રોફેસરની ભરતીને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 27 કોલેજોમાં ફિક્સ પગારના ધોરણે 108 લૉ પ્રોફેસરની ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને GeM પોર્ટલના ઉપયોગ સામે હાઈકોર્ટે સવાલો ઉઠાવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.

27 કોલેજોમાં 108 પ્રોફેસરની ભરતી થવાની હતી

મળતી માહિતી મુજબ રાજ્યની 27 કોલેજોમાં 108 લૉ પ્રોફેસરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી એજન્સી મારફતે ફિક્સ પગારના ધોરણે કરવાની હતી. આ માટે GeM પોર્ટલના માધ્યમથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.

આ પણ વાંચો: સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ

હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલો

ભરતી પ્રક્રિયાને લઈને પાટણના એક ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે લૉ પ્રોફેસર જેવા શૈક્ષણિક પદની ભરતી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે પ્રોફેસર શું વર્ગ-4નો કર્મચારી છે કે તેની ભરતી માટે એજન્સીની જરૂર પડે? હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે ભરતી માટે અપાયેલો વર્ક ઓર્ડર રદ કરી દીધો છે.

ડી.જી. નાકરાણીને અપાયેલો વર્ક ઓર્ડર રદ

આ ભરતી માટે મેસર્સ ડી.જી. નાકરાણીને આપવામાં આવેલો વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ 108 લૉ પ્રોફેસરની આ ભરતી પ્રક્રિયા અટકાવવી પડી છે.

ભરતી પ્રક્રિયા પર ફરી વિચારણા થશે?

હાઈકોર્ટની ટકોર બાદ હવે લૉ પ્રોફેસરની ભરતી કઈ પદ્ધતિથી કરવામાં આવશે તે અંગે આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. 27 કોલેજોમાં 108 પ્રોફેસરની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હવે નવી રીતે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર તરફથી કોર્ટમાં  આ મામલે બાંહેધરી આપવામાં આવી છે. શુક્રવારે મુખ્ય સરકારી વકીલ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે લૉ કોલેજોમાં પ્રોફેસરોની નવી ભરતીની પ્રક્રિયા હવે સરકાર મારફતે કરવામાં આવશે. આ સાથે શિક્ષણ વિભાગના એકમ KCG-નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા 11 સપ્ટેમ્બરે ડી.જી. નાકરાણીને GeM પોર્ટલ મારફતે આપવામાં આવેલો વર્ક ઓર્ડર રદ કરવાનો પરિપત્ર પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેની નોંધ લેતાં હાઇકોર્ટે હળવી મૌખિક ટકોર કરી હતી કે, “આ તો ફાસ્ટ ટ્રેક જસ્ટિસ થઈ ગયું”, જોકે કોર્ટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો

Comments
Post a Comment