Skip to main content

ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઈંચ સાથે સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો બીજી તરફ હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે, જ્યારે 42 તાલુકામાં 50% થી 95% સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો, દ્વારકા જિલ્લામાં 10.54%, પોરબંદરમાં 24.76% અને જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો 39.27% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 120.60 ઈંચ થયો છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વરસાદ નડિયાદ તાલુકામાં 174.52% નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને કચ્છના 67 તાલુકામાંથી માત્ર 5 તાલુકામાં જ 100% થી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છ ઝોનમાં હજુ પણ 50% જેટલી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

આ પણ વાંચો...કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: ગુલાબસિંહે કોના પર લગાવ્યા ભાજપને મદદ કરવાના ગંભીર આરોપો?

બીજી તરફ, નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. તારીખ 16/09/2026 ના રોજ સવારે 09:00 કલાકની વિગત મુજબ, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સામે હાલની સપાટી 137.48 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 5,379.80 MCM છે. ડેમમાં પાણીની આવક 54,952 ક્યુસેક થઈ રહી છે. સામે પાણીની જાવકની વાત કરીએ તો, પાવરહાઉસ મારફતે નદીમાં 40,947 ક્યુસેક અને કેનાલમાં 13,500 ક્યુસેક મળીને કુલ 54,447 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવરની સ્થિતિ મજબૂત છે પરંતુ રાજ્યના 206 પૈકી 79 ડેમો એવા છે જ્યાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી છે. 100 ટકા ભરાઈને ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યા 21 છે. આ ઉપરાંત 38 ડેમોમાં 70 થી 100 ટકા, 25 ડેમોમાં 50 થી 70 ટકા અને 43 ડેમોમાં 25 થી 50 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. મુખ્ય ડેમોની વાત કરીએ તો શેત્રુંજી 98.42 ટકા, સુખી 87.02 ટકા, કરજણ 83.33 ટકા અને ઉકાઈ 80.64 ટકા ભરાયા છે, જ્યારે ધરોઈમાં 51 ટકા અને દાંતીવાડામાં 24.94 ટકા પાણી જ છે. રાજકોટનો લાલપરી, ભાવનગરનો શેત્રુંજી અને મહીસાગરનો વણાકબોરી ડેમ હાઈએલર્ટ પર છે.

ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.16 ટકા ભરાઈ ચૂક્યો છે. જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, રાજ્યના 35 ડેમોને હાઈએલર્ટ, 16ને એલર્ટ અને 8 ડેમોને વોર્નિંગ સિગ્નલ પર મુકવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...