Skip to main content

વડોદરા ખાતે 17 સપ્ટેમ્બરે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેર યોજાશે:4 જિલ્લાના 1000થી વધુ અનુભવી અને બિનઅનુભવી ઉમેદવારોને રોજગારની તક મળશે

https://ift.tt/Q53REay મદદનીશ રોજગાર નિયામકની કચેરી, વડોદરા, જિલ્લા રોજગાર કચેરીઓ આણંદ, ખેડા-નડિયાદ તથા છોટાઉદેપુર અને યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી), વડોદરા તથા વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો તા. 17 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે તરસાલી સરકારી આઈ.ટી.આઈ. કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે યોજાશે. આ ક્લસ્ટર લેવલ મેગા જોબ ફેરમાં વડોદરા સહિત ચાર જિલ્લાના ધોરણ-8થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા 1000થી વધુ અનુભવી તેમજ બિનઅનુભવી સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લેશે. વિવિધ ક્ષેત્રોની કંપનીઓ, ઉદ્યોગો તથા સંસ્થાઓ દ્વારા એપ્રેન્ટીસ સહિતની વિવિધ રોજગાર તકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ધોરણ-8, ધોરણ-10, ધોરણ-12, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, ટેકનિકલ ડિગ્રી (બી.ઈ.), નોન-ટેકનિકલ ડિગ્રી (બી.એ., બી.કોમ., બી.એસસી., બીબીએ), મેડિકલ એન્ડ એલાઈડ કોર્સીસ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ જગ્યાઓ ઉપલબ્ધ રહેશે. ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છતા નોકરીદાતાઓ, ઉદ્યોગો તથા સંસ્થાઓએ પોતાના એકમમાં 14 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારો માટેની એપ્રેન્ટીસ જગ્યાઓ તેમજ 18 વર્ષથી ઉપરના ઉમેદવારો માટેની તમામ ખાલી જગ્યાઓની વિગતો નિયત નમૂનામાં અનુબંધમ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. નોકરીદાતાઓએ http://www.anubandham.gujarat.gov.in પોર્ટલના Job Fair વિકલ્પમાં Upcoming 17 September 2026 Vadodara Job Fairમાં તા. 8 સપ્ટેમ્બર સુધીમાં ભાગીદારી નોંધાવવાની રહેશે. પોર્ટલ પર ભાગીદારી નોંધાવનાર સંસ્થાઓને તા. 10 સપ્ટેમ્બર સુધી રોજગાર કચેરી દ્વારા ઈ-મેઈલ તથા ટેલિફોન મારફતે પુષ્ટિ કરવામાં આવશે અને પુષ્ટિ મળેલી સંસ્થા અથવા કંપનીને ઉમેદવારોના ઈન્ટરવ્યુ માટે સ્ટોલ ફાળવવામાં આવશે. વધુ માહિતી તથા માર્ગદર્શન માટે ઉમેદવારો અને નોકરીદાતાઓએ સંબંધિત રોજગાર કચેરીનો સંપર્ક કરવા મદદનીશ રોજગાર નિયામક, વડોદરા શ્રી અલ્પેશ એલ. ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ નોંધનીય છે કે ભરતી મેળા તથા રોજગાર કચેરીની તમામ સેવાઓ નિઃશુલ્ક છે અને રજીસ્ટ્રેશન કે ભરતી મેળા સંબંધિત કોઈપણ સેવા માટે ઉમેદવાર પાસેથી કોઈ ફી કે ચાર્જ લેવામાં આવતો નથી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...