Skip to main content

અમદાવાદમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે 17 લાખની છેતરપિંડી, લગ્નની લાલચ આપી શારીરિક શોષણનો આક્ષેપ

Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં શહેર પોલીસમાં ફરજ બજાવતી 36 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સાથે શેરબજારમાં રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપી આશરે 17 લાખની કથિત છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપી પોતે પરિણીત હોવા છતાં મહિલાને લગ્નનું વચન આપીને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી વિશ્વાસઘાત કર્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયા પડાવ્યા
ફરિયાદી મહિલા જુલાઈ 2020માં અમદાવાદ શહેર પોલીસમાં સશસ્ત્ર મહિલા કોન્સ્ટેબલ તરીકે જોડાઈ હતી. એપ્રિલ 2024માં મેટ્રો સ્ટેશન પર એક એસઆરપી જવાન મારફતે તેમની મુલાકાત માજિદ ખાન સિકંદર ખાન ચૌહાણ સાથે થઈ હતી. માજિદે એનજીઓ ચલાવતો હોવાની અને શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાની ઓળખ આપી હતી. મહિલા પોતાના માટે ઘર ખરીદવાનું આયોજન કરી રહી હોવાથી, રોકાણની લાલચમાં આવીને તેણે માજિદની સૂચનાથી ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરી ખાતું ખોલાવ્યું હતું.

આ પણ વાંચો...Bharuch: દીકરીઓનો અંગ્રેજીનો ડર દૂર કરવા આ મહિલા શિક્ષકે કર્યો અનોખો પ્રયોગો, હવે મળશે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

જાન્યુઆરીથી ઓગસ્ટ 2024 દરમિયાન મહિલાએ ₹6.35 લાખનું રોકાણ કર્યું હતું. માજિદ પર વિશ્વાસ રાખીને મહિલાએ ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન અને બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડીને તબક્કાવાર કુલ ₹17 લાખ આપ્યા હતા. જેમાં 29 જાન્યુઆરી 2026ના રોજ વૈષ્ણોદેવી સર્કલ પાસે ₹7.5 લાખ રોકડા પણ આપવામાં આવ્યા હતા.

લગ્નની લાલચ, ધર્મપરિવર્તનનું દબાણ અને બળાત્કારનો આક્ષેપ
માજિદે મહિલાને વિદેશ પ્રવાસ અને લગ્ન કરવાની વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. તેણે મહિલાને નોકરી છોડી પોતાની સાથે આવવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે દબાણ પણ કર્યું હતું. લગ્નના વચનના આધારે સંમતિ મેળવીને તેણે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે મહિલાએ નોકરી છોડવાની ના પાડી, ત્યારે ગુસ્સે થઈને માજિદે મહિલાને ગાળો આપી, તેનો મોબાઈલ ફોન છીનવી ડેટા ડિલીટ કરી નાખ્યો અને ફોન તોડી નાખ્યો હતો.

પરિણીત હોવાનો ખુલાસો થતાં પોલીસનો સંપર્ક કર્યો
માજિદે દિલ્હીથી પરત આવી લગ્ન કરવાની ખાતરી આપી હતી. દરમિયાન મહિલા પાટણ જિલ્લાના માજિદના વતનના ગામે પહોંચી તેના માતા-પિતાને મળી ત્યારે તેને જાણવા મળ્યું કે માજિદ અગાઉથી જ પરિણીત છે, તેની પત્નીનું નામ ઝારા છે અને તેને એક પુત્ર પણ છે.

પોતે છેતરાઈ હોવાનો અને આરોપી પરિણીત હોવાનો ખુલાસો થતાં મહિલા કોન્સ્ટેબલે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ ઘટના અંગે ગોમતીપુર પોલીસે માજિદ ખાન સામે છેતરપિંડી, બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...