Gujrat Rain Update:  બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસમાં સારો વરસાદ વરસ્યો,. જો કે 18 સપ્ટેમ્બર શુક્રવારના બપોર બાદ વરસાદનું જોર ઘટી ગયું છે. જો કે રાજ્યમાં  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થતાં તેમજ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે છૂટછવાયો મધ્યમ વરસાદ વરસતો રહેશે. હવામાન વિભાગે  મહિસાગર, દાદોહ, પંચમહાલમાં હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા સાથે યેલો એલર્ટ જાહેર કર્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગીર ગઢડા અને મેઘરજમાં સૌથી વધુ 3.07 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 83 તાલુકામાં એકથી પોણા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાતનો વરસાદ — છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો

તાલુકો

વરસાદ (ઈંચ)

તાલુકો

વરસાદ (ઈંચ)

મેઘરજ

3.07

કલોલ

1.85

ગીર ગઢડા

3.07

મહેસાણા

1.85

અમદાવાદ શહેર

2.87

દેહગામ

1.81

તલોદ

2.52

ગાંધીનગર

1.81

કડિયાણા

2.40

દસકોઈ

1.77

મોડાસા

2.36

બાયડ

1.77

કડાણા

2.24

વલસાડ

1.65

સંતરામપુર

2.17

વિજાપુર

1.65

માણસા

2.13

ટંકારા

1.65

ખાનપુર

2.09

ઉમરપાડા

1.57

ખેરાલુ

2.01

કડી

1.57

વાંકાનેર

1.97

માતર

1.54

રાજ્યમાં અત્યાર સુધી સિઝનના સરેરાશ વરસાદની સામે 8 ટકાની ઘટ નોંધાઈ છે. છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક વધી છે અને સરેરાશ જળસ્તર 70 ટકા સુધી પહોંચી ગયું છે. રાજ્યના 28 ડેમ 100 ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર મુકાયા છે. ભાવનગરના પાંચ, અમરેલીના ચાર તેમજ રાજકોટ, બોટાદ, દાહોદ અને નવસારીના બે-બે જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે.

આ પણ વાંચો: જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ

દરમિયાન, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. નર્મદા ડેમ 95.65 ટકા ભરાઈ ગયો છે અને છેલ્લા એક સપ્તાહમાં જ તેની જળસપાટીમાં 2.42 ટકાનો વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશ તેમજ નર્મદા ડેમના ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ અને ડેમોમાં વધતી પાણીની આવકને પગલે રાજ્યના જળસંગ્રહની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

Comments
Post a Comment