Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિધિવત રીતે પોતાની વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં હજુ પણ સિઝનનો 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યના 11 તાલુકામાં અત્યાર સુધીમાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 15 તાલુકામાં 24થી 72 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે અને 20 તાલુકામાં 80 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ અત્યાર સુધી જૂન અને ઓગસ્ટ જેટલો જ સરેરાશ 5 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો... જૂનાગઢના દેડકીયાળીમાં હૃદય વિદારક ઘટના, 6 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી, કરૂણ મોત

ઉલ્લેખનિય છે કે, પૂર્વાંચલમાં ચોમાસાના વાદળોની સક્રિયતા હજુ યથાવત છે, પરંતુ હવે પખવાડિયા બાદ ચોમાસું વિદાય તરફ આગળ વધશે. હવામાન વિભાગે છેલ્લા બે દિવસથી ચોમાસાની વિદાયના સંકેતો આપ્યા છે. હવામાન વિભાગે હવે પોતાના પોર્ટલ પર ‘વિથડ્રોઅલ ઓફ મોન્સૂન’ વિભાગને અપડેટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ચોમાસાની વિદાયની પ્રક્રિયા સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે આશરે ચાર દિવસના વિલંબ સાથે ચોમાસાની વિદાયનો પ્રારંભ થયો છે.

પંજાબ અને હરિયાણામાંથી પણ ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. હવે ચોમાસું દિલ્હીથી ઘણું નજીક છે. ટૂંક સમયમાં દિલ્હીમાં પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી પણ ચોમાસું પરત ફરવાનું શરૂ કરશે.

દર વર્ષે ચોમાસું સોનભદ્રના માર્ગે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરે છે અને આ જ માર્ગે 10 ઓક્ટોબર બાદ ચોમાસાની સક્રિયતા વિદાય પણ લે છે. ચોમાસાની સક્રિયતા પૂર્ણ થતાં જ વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઈ જશે. આ વર્ષે ચોમાસું આશરે એક સપ્તાહના વિલંબ બાદ આવ્યું હતું અને હવે સામાન્ય સમયની આસપાસ જ તેની વિદાય થવાની શક્યતા છે. હવામાન વિભાગે હવે ચોમાસાની વિદાય અંગેના અપડેટ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. આ દૃષ્ટિએ પૂર્વાંચલમાં ચોમાસું હવે વધુમાં વધુ એક પખવાડિયા સુધી રહેવાની શક્યતા છે.

Comments
Post a Comment