Skip to main content

Accident: અંબાજી જતા 16 પદયાત્રીઓને અડફેટે લેનારો કારચાલક ઝડપાયો, ટોળાએ ધૂલાઇ કરી, વીડિયો આવ્યો સામે

Sabarkantha Himmatnagar Accident: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઇ પદયાત્રીઓ અંબાજી જઇ રહ્યાં છે, ત્યારે સાબરકાંઠામાં એક દૂર્ઘટના ઘટી છે. હિંમતનગરમાં નશામાં ધૂત કાર ચાલકે 16 પદયાત્રીઓને અડફેટે લેતા એકનું પદયાત્રીનું મોત થયુ હતુ. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી દીધી હતી. હાલમાં આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

કારચાલકનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અંબાજી જઇ રહેલા પદયાત્રીઓના ટોળાએ કારચાલકને ઝડપી પાડ્યો હતો, અને રોડ પર જ ધુલાઇ શરૂ કરી દીધી હતી. રોષે ભરાયેલા ટોળાએ કારચાલકને ગડદાપાટુથી બરાબર મેથીપાક ચખાડ્યો હતો, જોકે, બાદમાં પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે નશામાં ધૂત કાર ચાલકે 16 પદયાત્રીઓને અડફેટે લેતા નાના ચેખલા ગામના મોહનભાઈ વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. ઘટનાથી ઉશ્કેરાયેલા પદયાત્રીઓએ દારૂડિયા ચાલકની ધોલાઈ કરી કારને આગ ચાંપી દીધી હતી, જે બાદ ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના હિંમતનગર-અંબાજી ફોરલેન હાઇવે પર દોલગઢ પાટિયા નજીકથી પસાર થઈ રહેલા પદયાત્રીઓના સમૂહને એક પૂરઝડપે આવતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 16 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલકની અંદરથી દારૂની બોટલ મળી આવતા પદયાત્રીઓ અને સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ રોડ પર જ દારૂડિયા ચાલકને ઢસડીને માર માર્યો હતો અને તેની કારને આગ ચાંપી દેતા કાર સંપૂર્ણ ભડકે બળી ગઈ હતી. ઘટના અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ઈજાગ્રસ્ત થયેલા 16 શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાંથી 12 લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને 4 દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાયા છે. સારવાર દરમિયાન નાના ચેખલા ગામના મોહનભાઈ રમણભાઈ વાઘેલા નામના શ્રદ્ધાળુનું મોત નીપજ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ, કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા તથા સ્થાનિક ધારાસભ્યએ પણ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષાનું જાહેરનામું હોવા છતાં બેફામ ડ્રાઇવિંગના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા અને દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસે કારચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે, પરંતુ આવા વાહનચાલકો સામે દાખલારૂપ કડક કાર્યવાહી જ ભવિષ્યમાં નિર્દોષ પદયાત્રીઓના જીવ બચાવી શકશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...