Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો

Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી પારિવારિક સંબંધોને શરમસાર કરતી એક અત્યંત કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા છેલ્લા 2 મહિનાથી સતત દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મનો ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે.

મળતી વિગતો અનુસાર, આરોપી અને સગીરાની માતાએ વર્ષ 2017 માં લગ્ન કર્યા હતા. આરોપી વ્યવસાયે એક કપડાની દુકાનમાં નોકરી કરે છે. છેલ્લા 2 મહિનાથી જ્યારે પણ સગીરાની માતા અને ભાઈ ઘરની બહાર જતા અથવા તેમની ગેરહાજરી હોય, ત્યારે સાવકો પિતા આ વાતનો ગેરલાભ ઉઠાવીને સગીરા સાથે અડપલાં કરતો હતો અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો.

આ પણ વાંચો...અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો આદેશ,  7.50 લાખ રૂપિયા વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ

લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ સહન કરી રહેલી સગીરાએ અંતે હિંમત ભેગી કરીને આ સમગ્ર આપવીતી પોતાની માસીને જણાવી હતી. સગીરાએ માસી સમક્ષ સાવકા પિતાના કાળા કરતૂતોનો ભાંડો ફોડતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોઈને સગીરાની માતા તુરંત જ દીકરીને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી છે. હાલમાં પોલીસે આરોપી સામે જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની અને સગીરાનું મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ
તો બીજી તરફ વડોદરાના ચર્ચિત અને ચકચારી ભાયલી સગીરા સામુહિક ગેંગરેપ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વડોદરાની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે પાંચેય આરોપીઓને દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા સંભળાવી છે. સેસન્સ જજ સી. એમ. પવાર દ્વારા તમામ પાંચેય દોષિતોને આજીવન કેદની સજાની સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સેન્ટ્રલ જેલથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ કેસમાં સરકાર પક્ષ દ્વારા આરોપીઓને ફાંસી અથવા તો છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા આપવા માટેની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. પોલીસ પ્રશાસન દ્વારા આ મામલે 6 હજાર પાનાની વિશાળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

Comments
Post a Comment