Ambaji Bhadarvi Poonam: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે, રૉડ-રસ્તાંથી લઇ મંદિર સુધી લાખોની સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો છે, અને 'જય અંબે'ના નાદથી આખુ ધામ ગૂંજી ઉઠ્યુ છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે વહિવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સાચવવામાં આવી  છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પવિત્ર મહામેળાના ત્રીજા દિવસે ભક્તિનું અદ્ભુત મોજું ફરી વળ્યું છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિરમાં છેલ્લા બે દિવસમાં 8.63 લાખથી વધુ અને એક જ દિવસમાં 4.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 'જય અંબે'ના ગગનભેદી નાદ સાથે મા અંબાના ભવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી છે.

ભાદરવી પૂનમના આ વાર્ષિક મહામેળા દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મંદિર પરિસર તેમજ અંબાજી તરફ જતા તમામ માર્ગો "જય અંબે" અને બોલ મા અંબેના જયઘોષથી ગૂંજી ઉઠ્યા છે. વહિવટીતંત્ર દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, વિશ્રામ સ્થળો અને મહાપ્રસાદની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી પગપાળા આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે.

ભાદરવી પૂનમનો આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનું ભવ્ય પ્રતીક બની રહ્યો છે. આગામી દિવસોમાં પણ પૂનમ સુધી ભક્તોનો આ મહેરામણ અવિરતપણે ચાલુ રહેશે, જે પ્રદેશમાં ભક્તિમય વાતાવરણ જાળવી રાખશે.

અંબાજી મંદિરના દર્શન અને આરતીનો સમય
ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી પહોંચનારા ભક્તો માટે મંદિરના દર્શનનો સમય જાણવો ખૂબ જરૂરી છે. નવા સમયપત્રક મુજબ, જે 16 જુલાઈથી લાગુ કરવામાં આવ્યું છે, તે પ્રમાણે સમય આ મુજબ છે:
સવારે આરતીનો સમયઃ 6થી 6.30 વાગ્યા સુધી
સવારે દર્શનનો સમયઃ 6.30થી 11.30 વાગ્યા સુધી
બપોરે દર્શનનો સમયઃ 12.30થી સાંજે 5 વાગ્યા સુધી
સાંજે આરતીનો સમયઃ 7થી 7.30 વાગ્યા સુધી
સાંજે દર્શનનો સમયઃ સાંજે 7.30થી રાત્રે 12 વાગ્યા સુધી

Comments
Post a Comment