Bhavnagar: ભાવનગરમાં ઝેરી દારુ પીવડાવી બે મિત્રોએ કરી ત્રીજા મિત્રની હત્યા, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો

Bhavnagar News: ભાવનગરના લઠ્ઠાકાંડને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવડાવી મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.  વધુ એકના મોત સાથે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મોત થતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. ભાવેશની હત્યાનો આરોપ મુકેશ પટેલ અને સંજય નામના મિત્ર પર  લાગ્યો છે.

ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી

ભાવેશને ઝેરી રોયલ સ્ટેગની બોટલ સંજય અને મુકેશ પટેલ નામના શખ્સે આપી હતી. ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને વિસેરા લઈ પરિક્ષણમાં લેબમાં મોકલ્યા હતાં. આ રિપોર્ટમાં ઝેરીલો દારુ પીવાથી ભાવેશ વિસાણીનું મોત થયાનો ઉલ્લેખ છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં બાકી બે પોલીસ કોન્સ્ટેબલ અને દિલ્લીના શખ્સને પણ શુક્રવારના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરાયા. ત્યારે હવે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ સહિત કુલ 40 લોકો જેલમાં છે. જ્યારે આ મામલે એસએમસીની તપાસ દરમિયાન ફરજ બેદરકારીને લઈ બે પીઆઈ, એક મહિલા એએસઆઈ, ચાર કોન્સ્ટેબલ સહિત 7ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો... Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

પોલીસ કર્મચારી રાજદિપસિંહ ગોહિલ જેલ હવાલે

ભાવનગરના ચકચારી લઠ્ઠા કાંડમાં થોડા દિવસ પહેલા કથિત સામેલગીરીમાં ધરપકડ થયેલ પોલીસ કર્મચારી રાજદિપસિંહ ગોહિલને આખરે જેલ હવાલે કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગર કોર્ટમાં થોડીવાર પહેલા રાજદીપ ગોહિલને રજુ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેમને જ્યુડિશલી કસ્ટડીમાં મોકલવા હુકમ કરવામાં આવ્યો છે.

લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે સનેસ પોલીસમાં ફરજ બજાવતા અને ASP સ્કોડમાં ફરજ બજાવી રહેલા રાજદીપસિંહ ગોહિલની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ ગૌતમ સોલંકી સાથે પકડાયેલ પોલીસ કર્મચારીએ અનેક વખત ટેલિફોનિક વાત કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ભાવનગરના લઠ્ઠા કાંડમાં અત્યાર સુધીમાં કુલ 14 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે જેના તમામ દોશીતોને આખરે જેલના સળિયા પાછળ ધકેલાયા છે.

Comments
Post a Comment