Skip to main content

સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘમહેર: રાજકોટ, ગોંડલ અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

Gujarat Weather Update: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આવતા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજ વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પડતા ખેડૂતોમાં પાકને જીવતદાન મળવાની આશા જાગી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદની 39% ઘટ નોંધાઈ છે અને છેલ્લા 10 વર્ષમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ચોમાસુ પૂરું થવા આવ્યું હોવા છતાં સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમો ખાલીખમ છે, જેમાં રાજકોટ જિલ્લાના આજી, ન્યારી અને ભાદર સહિતના મુખ્ય ડેમો પણ ખાલી છે. જો સમયસર ભારે વરસાદ ન પડે તો માત્ર ગ્રામ્ય વિસ્તાર જ નહીં પરંતુ શહેરી વિસ્તારમાં પણ પીવાના પાણીની ભારે અછત સર્જાઈ શકે છે. આ ઉપરાંત ઘાસચારાની અછત પણ સર્જાઈ છે, તેથી જો સારો વરસાદ પડે તો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ માલધારીઓના પશુઓને પણ મોટો ફાયદો થશે. જો ભારે વરસાદ પડશે તો કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોને નવું જીવતદાન મળશે.

આ પણ વાંચો...Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરુ

ગીર સોમનાથ:
ગીર સોમનાથમાં આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે 6:00 વાગ્યાથી 15-15 મિનિટના અંતરાલ પર વેરાવળ અને સોમનાથમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.

ધોરાજી:
થોડા દિવસના વિરામ બાદ ધોરાજી પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે. સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક તેમજ નાની પરબડી, વેગડી, તોરણીયા, ફરેણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

ગોંડલ:
ગોંડલ તાલુકામાં સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું છે. ગોંડલ શહેર અને દડવા, ત્રાકુડા, ગોમટા, દેરડી (કુંભાજી), બિલીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા છે. ગોંડલ પંથકમાં જો 3 થી 4 ઈંચ વરસાદ પડશે તો ખેતીપાકોને મોટો ફાયદો થશે.

જેતપુર:
જેતપુરમાં વહેલી સવારથી જ બસ સ્ટેન્ડ ચોક, તીનબતી ચોક, વડલી ચોક, ફૂલવાડી, નવાગઢ, એમજી રોડ, ચાંદની ચોક અને ગ્રામ્ય વિસ્તારો જેવા કે પેઢલા, ગુંડાળા, મંડલીકપુર, જેતલસર, સાંકળી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ અને ઝાપટાં વરસ્યા છે. આ વરસાદથી લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી છે અને મગફળી, એરંડા, સોયાબીન, કપાસ અને તુવેરના પાકને સંજીવની મળશે.

ઉપલેટા:
ઉપલેટા પંથકમાં વહેલી સવારથી જીરાપા પ્લોટ, રેલવે સ્ટેશન રોડ, શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા મગફળી, એરંડા, સોયાબીન અને કપાસના પાકને જીવતદાન મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

અમરેલી:
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલ ધીમીધારના વરસાદથી ખેડૂતોની મુરઝાતી મૌલાતને નવું જીવતદાન મળ્યું છે, જેનાથી કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોને સીધો ફાયદો થશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...