Skip to main content

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: જૂનાગઢ, વડોદરા, મહેસાણા, નવસારી અને પંચમહાલમાં વરસાદ શરુ

Gujarat Rain Update: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતીપાકને નવું જીવતદાન મળ્યું છે.

જૂનાગઢમાં ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદ, કાળવા નદીમાં ઘોડાપૂર

જૂનાગઢમાં વહેલી સવારથી જ ઉપલા દાતારના પર્વત પર ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે દાતાર પર્વતની સીડીઓ પર પાણી વહેતા થયા છે અને આસપાસના નાના-મોટા ઝરણાં જીવંત બન્યા છે. હજુ પણ જો ભારે વરસાદ પડશે તો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો...ગુજરાતના 233 તાલુકામાં મેઘતાંડવ: બરવાળામાં 3.39 ઈંચ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

બીજી તરફ, શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર્વત પર વહેલી સવારે એક કલાકમાં 1 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. આ કારણે પવિત્ર દામોદર કુંડમાં મોસમમાં પ્રથમ વખત નવા નીરની આવક થઈ છે. ગિરનાર પરના વરસાદથી કાળવા નદીમાં મોસમમાં પહેલીવાર ઘોડાપૂર આવ્યું છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં વીજળીના કડાકા સાથે સાર્વત્રિક વરસાદ

વડોદરામાં ગઈકાલે વિરામ લીધા બાદ આજે પવન અને વીજળીના કડાકા સાથે ધીરી ધારે વરસાદ શરૂ થયો છે. શહેરના છાણી, સમા, નિઝામપુરા, ફતેહગંજ, રાવપુરા, સયાજીગંજ, ગોરવા, માંજલપુર, મકરપુરા, હરણી, આજવા રોડ અને વાઘોડિયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત શહેરની આસપાસના દશરથ, કોયલી અને નંદેસરી પંથકમાં પણ વરસાદી માહોલ છે.

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતીને જીવતદાન

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે અને ખેતીને સંજીવની મળી છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ:

સતલાસણા: 04 mm

ખેરાલુ: 20 mm

ઊંઝા: 14 mm

વિસનગર: 31 mm

વડનગર: 27 mm

વિજાપુર: 26 mm

મહેસાણા: 29 mm

બહુચરાજી: 83 mm

કડી: 43 mm

જોટાણા: 40 mm

નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે અવિરત વરસાદ

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અવિરત ધીમી ધારે વરસતા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં વરસાદ ધીમો પડતાં જિલ્લાની નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે, જેનાથી નીચાણવાળા વિસ્તારો અને તંત્રને રાહત મળી છે.

નવસારી જિલ્લામાં  24 કલાકના વરસાદના આંકડા:

નવસારી: 70 mm (2.91 ઈંચ)

જલાલપોર: 60 mm (2.5 ઈંચ)

ગણદેવી: 07 mm (0.29 ઈંચ)

ચીખલી: 23 mm (0.95 ઈંચ)

વાંસદા: 83 mm (3.45 ઈંચ)

ખેરગામ: 42 mm (1.75 ઈંચ)

નવસારી જિલ્લાની નદીઓની જળસપાટી:

પૂર્ણા નદી: 10 ફૂટ (ભયજનક સપાટી 23 ફૂટ)

અંબિકા નદી: 14.43 ફૂટ (ભયજનક સપાટી 28 ફૂટ)

કાવેરી નદી: 11 ફૂટ (ભયજનક સપાટી 19 ફૂટ)

પંચમહાલના ગોધરા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ

પંચમહાલ જિલ્લાના ગોધરા, ઘોઘંબા, દામાવાવ અને રીંછવાણી પંથકમાં સતત 3 ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. ગોધરા શહેરમાં મધ્યરાત્રિથી વીજળીના કડાકા સાથે સતત વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જેનાથી ડાંગરના પાકને જીવતદાન મળ્યું છે. આકાશ હજુ પણ કાળા ડિબંગ વાદળોથી ઘેરાયેલું છે.

અરવલ્લી જિલ્લામાં ગઈરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં સાઠંબામાં 1.5 ઈંચ અને મોડાસા શહેરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય બાયડ, ધનસુરા અને માલપુર તાલુકાઓમાં પણ વરસાદથી ખેતી પાકને મોટો ફાયદો થયો છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...