Skip to main content

સોમનાથ મંદિર અને ગાંધીનગર કમલમ સહિત રાજ્યના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Bomb Threat: ગુજરાતના વિવિધ મહત્વના અને સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ મળતા જ રાજ્યનું પોલીસ તંત્ર ભારે દોડધામમાં મુકાઈ ગયું છે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’, અમદાવાદ ભાજપ કાર્યાલય તેમજ ખાનપુર ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ધમકીની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પ્રાથમિક તપાસમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જ્યારે પોલીસે મેઈલના આઈપી (IP) એડ્રેસના આધારે ગુનેગારો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

17 સપ્ટેમ્બરના રોજ પણ મળી હતી ધમકી

તમને જણાવી દઈએ કે, આ અગાઉ, ગત 17 સપ્ટેમ્બરના રોજ પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ઘીકાંટા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ખાલિસ્તાનના નામે ઈ-મેઈલ મારફતે ડ્રોન અને IED બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈ-મેઈલમાં માત્ર કોર્ટ જ નહીં પરંતુ ગાંધીનગરના મહાત્મા મંદિર તેમજ દેવભૂમિ દ્વારકાના વાડીનાર અને સિક્કા પોર્ટને પણ ટાર્ગેટ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવરંગપુરા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ તથા ઘીકાંટા કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આ ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી હતી.

આ પણ વાંચો....ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે યલો એલર્ટ જાહેર: દક્ષિણ ગુજરાત-ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

15 સપ્ટેમ્બરના રોજ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

આટલું જ નહીં 15 સપ્ટેમ્બરના રોજ ખાલીસ્તાની ગ્રુપના નામે રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.રાજકોટ કોર્ટ ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ હતી. વાડીનાર પોર્ટથી નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરીથી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી,ધમકીભર્યો ઈ-મેઈલ મારફતે મોકલાયો હતો. આ ઉપરાંત રાજકોટ કોર્ટના ઓફિશિયલ ઈ-મેઈલ એડ્રેસ પર ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યો હતો.રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ પર પણ ધમકી મળી હતી.

ધમકી મળતા કોર્ટ અધિકારીઓમાં દોડધામ મચી હતી. કોર્ટ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ધમકીભર્યા ઈ-મેઈલને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.  જોકે પર્યુષણ પર્વ નિમિત્તે કોર્ટ બંધ હોવાથી સુરક્ષા વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...