Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, જન્માષ્ટમીથી 20 સપ્ટેમ્બર સુધી મેઘમહેરના યોગ

Gujarat Rain: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ગુજરાતમાં જન્માષ્ટમીથી લઈને 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. પવનની ગતિ અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે, જેનાથી ખેડૂતો અને સામાન્ય જનતાને ભારે રાહત મળશે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે બપોર પછી આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાશે અને કેટલાક ભાગોમાં ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા છે. પવનની ઝડપના કારણે ક્યાંક હળવા મધ્યમથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ શકે છે. આ સિવાય, 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક અત્યંત મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જો અલનીનોની પ્રતિકૂળ અસર નહીં વર્તાય, તો મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યાં કોઈ કોઈ સ્થળે 3 ઇંચથી વધુ વરસાદ થવાની ક્ષમતા છે. તે જ પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫ ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને જામનગર તેમજ કચ્છ અને ગાંધીધામના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડવાના સાનુકૂળ સંકેતો મળી રહ્યા છે.

એકંદરે 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં સારા વરસાદના યોગ બની રહ્યા છે. આગામી દિવસોમાં થનારો આ વરસાદ કૃષિ પાક માટે સંજીવની સમાન સાબિત થશે અને જળાશયોમાં પાણીની આવક વધારશે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આ સાનુકૂળ આગાહીથી ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...