Skip to main content

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના 19 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain Alert: રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે લેટેસ્ટ નાઉકાસ્ટ જાહેર કર્યું. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 19 જિલ્લાને ઓરેન્જ એલર્ટ જ્યારે 15 જિલ્લાને યલો એલર્ટ આપ્યું છે. ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના નાઉ કાસ્ટ મુજબ આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, જામનગર અને પોરબંદરમાં આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં લોકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર છે.

15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

આ ઉપરાંત રાજ્યના 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાક મહત્વપૂર્ણ

હવામાન વિભાગના નાઉ કાસ્ટ અનુસાર આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ છે.

રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થશે

ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2થી 4 દિવસમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. ચોમાસાની વિદાય પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળી શકે છે. નૈઋત્યના ચોમાસાએ 19મી સપ્ટેમ્બર 2026ના રોજ વિદાય લેવાની શરૂઆત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ત્રણ-ચાર દિવસમાં એટલે કે 23મી સપ્ટમ્બેર સુધીમાં ચોમાસુ પરત ખેંચાય તે માટે સાનુકૂળ સંજોગો હોવાનું પણ જણાવાયું છે.  હાલમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી બે દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...