Gujarat Rain: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આજે વહેલી સવારથી જામનગર, ગીર સોમનાથના ઉના અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ અતિભારે વરસાદને લીધે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી એકતરફ ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે તો બીજીતરફ જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે જામનગર શહેરમાં સૌથી વધુ 5.59 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં માત્ર રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન જ 4 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના જોડિયામાં પણ 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર સહિત નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે, ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતાં સુકાતા પાકને સંજીવની મળતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. બીજી તરફ, ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો. ઉનાના કેસરિયા ગામ, બાંભણિયા શેરી, રામાપીર વિસ્તાર તેમજ નવાપરા વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલા ગામમાં વહેલી સવારથી સતત વરસેલા 4 ઈંચ વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને ઘરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની હતી.

આ વરસાદી આફતને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવથી સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી છે, પરંતુ કૃષિ ક્ષેત્ર માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. સ્થાનિક પ્રશાસન દ્વારા ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પાકનું ઉત્પાદન સારું રહેવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Comments
Post a Comment