Gujarat Rain Crisis: ગુજરાતમાં મેઘરાજાએ લાંબો વિરામ લીધો છે, ગુજરાતમાં વરસાદ ખેંચાવવાની સ્થિતિ બાદ હવે ખેડૂતોના માથે મોટુ સંકટ આવ્યુ છે. ગુજરાતમાં 95% વાવેતર છતાં વરસાદ ખેંચાતા 70% પાક પર સંકટ ઉભું થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ અતિ ગંભીર બની છે.

ગુજરાતમાં 7 સપ્ટેમ્બર સુધીમાં 81.43 લાખ હેક્ટરમાં 95.64% વાવેતર પૂર્ણ થયું હોવા છતાં, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાતા રાજ્યના 70% ઉભા પાક પર ગંભીર સંકટ ઊભું થયું છે. ચોમાસું નબળું રહેતા અને માત્ર વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

રાજ્યમાં સિઝનના નોર્મલ વાવેતર સામે હજુ પણ 4 લાખ હેક્ટર ઓછું વાવેતર નોંધાયું છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાજ્યનું 75% એટલે કે 59.66 લાખ હેક્ટર વાવેતર થયું છે, જેની સામે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માત્ર 56% અને કચ્છમાં માત્ર 29% જ વરસાદ પડ્યો છે. કચ્છમાં સૌથી ઓછું 71% વાવેતર થયું છે. ગત વર્ષના 83.04 લાખ હેક્ટર સામે ચાલુ વર્ષે 81.43 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ડાંગર 9.17 લાખ, મગફળી 20.69 લાખ, કપાસ 21.48 લાખ, સોયાબીન 3.04 લાખ અને દિવેલા 5.70 લાખ હેક્ટરમાં વવાયા છે. એકાદ મહિનાથી વરસાદના અભાવે ખેડૂતો હાલ અન્ય સ્ત્રોતોથી સિંચાઈ કરવા મજબૂર બન્યા છે.

જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતી ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. સિંચાઈના અન્ય વિકલ્પો મર્યાદિત હોવાથી રાજ્યનો કૃષિ પાક બચાવવા માટે હવે માત્ર કુદરતી મેઘમહેર પર જ આધાર રહ્યો છે.

Comments
Post a Comment