Gujarat Rain Update Live: વહેલી સવારથી રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો કયા કયા વિસ્તારમાં થઈ મેઘ મહેર

Gujarat Rain Update Live: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતીપાકને નવું જીવતદાન મળ્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના તાજા અહેવાલ મુજબ 14 સપ્ટેમ્બરના રોજ દેશના 23 રાજ્યોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની સાથે કૃષિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમની સંયુક્ત અસર

હાલના સિનોપ્ટિક વાતાવરણનું વિશ્લેષણ કરતાં જણાય છે કે મધ્ય આસામ અને તેની આસપાસના ક્ષેત્રોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયેલું છે. સાથોસાથ આગામી 24 કલાકમાં દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ એક મજબૂત લો પ્રેશર વિસ્તાર આગળ વધશે. બંગાળની ખાડીમાંથી ભેજવાળા તોફાની પવનો ઉત્તર અને પૂર્વીય ભારતમાં ભારે વાવાઝોડું, વીજળીના કડાકા અને લગભગ 4 રાજ્યોમાં કરા પડવાની ગંભીર સ્થિતિ પેદા કરી રહ્યા છે.

દેશભરના 23 રાજ્યોમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગે સંભવિત જોખમને ધ્યાને રાખીને ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 23 રાજ્યોમાં સતર્કતાના આદેશ આપ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન દળો અને સ્થાનિક તંત્રને સ્થિતિ પર સતત નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

Comments
Post a Comment