Skip to main content

Gujarat Rain: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે ભારે વરસાદ, વાંચી લો હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Alert:  રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર શરુ થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 15 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમની અસરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્યની સરખામણીએ 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 12 સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસશે

12 સપ્ટેમ્બરે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સુરત, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા છે.  અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સિવાય આણંદ, વડોદરા અને પંચમહાલમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન

સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. બોટાદ, ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. જ્યારે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  14 સપ્ટેમ્બરે ફરી એકવાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશરની અસર

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવા પાછળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો-પ્રેશર સિસ્ટમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય થવાની શક્યતા છે. વરસાદી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખીને માછીમારોને આવનારા દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં વરસાદની ઘટ

ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ સામાન્ય કરતાં ઓછી છે. અત્યાર સુધીમાં 19 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદ થાય તો રાજ્યની વરસાદની ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...